For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમરેલીના જાળિયામાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ચોરીનો પ્રયાસ

12:49 PM Jul 12, 2025 IST | Bhumika
અમરેલીના જાળિયામાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ચોરીનો પ્રયાસ

બેંકમાં ફાઇલોનો કબાટ ખુલ્લો હતો અને કેશિયરની બાજુની તેજોરી તોડવાનો પ્રયાસ કર્યો

Advertisement

અમરેલીના જાળીયામાં અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની બ્રાંચમાં અજાણ્યા શખ્સે દરવાજો તોડી અંદર પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો. બેંકની બ્રાંચમાં ચોરીનો પ્રયાસ થતા જ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. આ અંગે અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની જાળીયા બ્રાંચના મેનેજર ભદ્રેશ જીવરાજભાઈ માલવીયાએ અમરેલી તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે જાળીયા ગામમાં પ્રાથમિક શાળા સામે જયંતિભાઈ પરષોત્તમભાઈ વાગડીયાના મકાનમાં છેલ્લા 5 વર્ષથી અમરેલી જિલ્લા સહકારી બેંકની બ્રાંચ ભાડાપટે કાર્યરત છે. 10 જુલાઈના રાત્રી દરમિયાન બેંકના બિલ્ડીંગમાં દરવાજાનો નકુચો તોડી અને લોખંડની ગ્રીલનું તાળુ તોડી કોઈ અજાણ્યો શખ્સ અંદર પ્રવેશ્યો હતો. બેંકમાં ઓફિસમાં ફાઈલોનો કબાટ ખુલ્લો હતો અને કેશીયરની બાજુમાં પડેલ કબાટ તોડવાનો પ્રયત્ન કર્યો હતો. અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની જાળીયા બ્રાંચમાં ચોરીનો પ્રયાસનો ગુનો નોંધાતા એએસઆઈ મનિષભાઈ જોષી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement