For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમરેલીમાં ત્રણ યુવાનો પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ

12:03 PM Jul 02, 2025 IST | Bhumika
અમરેલીમાં ત્રણ યુવાનો પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે કારચાલકની શોધખોળ શરૂ કરી

Advertisement

અમરેલીમાં કાર ચડાવીને હત્યાના પ્રયાસનો બનાવ સામે આવ્યો છે. અગાઉના ઝઘડામાં થયેલી ફરિયાદનું મન દુ:ખ રાખીને શખસે અમરેલી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં બેફામ કાર ચલાવીને ત્રણ યુવકને અડફેટે લીધા હતા, જોકે, આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઇ નથી. કારમાં આવેલા શખસે ત્રણ યુવકને ઉછાળ્યા બાદ નીચે પટકાયેલા યુવક પર ફરીથી કારને રિવર્સ લઈને ચઢાવી દીધી હતી. આ ઘટનામાં બે યુવકને ગંભીર ઇજા થઇ છે, જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે એના આધારે તપાસ હાથ ધરી છે.આ અંગે મળતી માહિતી મુજબ, ગત 29 જૂનના રોજ સાવરકુંડલામાં રવિ વેગડા અને ભરત કેતરિયાને માથાકૂટ થઇ હતી, જે અંગે સાવરકુંડલામાં ગુનો દાખલ થયો હતો.

એ બનાવમાં ઇજાગ્રસ્ત રવિ વેગડા અને હિતેશ કેતરિયા અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા. આ દરમિયાન ગત 30 જૂનની રાત્રે રવિ વેગડા, અજય ચૌહાણ અને હિતેશ ગેલોતર અમરેલી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાંથી પસાર થઇને કેન્ટીન તરફ જઇ રહ્યા હતા.આ દરમિયાન ભરત કેતરિયાનો ભાઇ જયસુખ કેરતરિયા પોતાની આઇ-20 કાર નંબર (ૠઉં-12 ઉઅ 2565) લઇને આવ્યો હતો અને રવિ વેગડાને મારી નાખવાના ઇરાદે ત્રણેય પર કાર ચડાવી દીધી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણેય મિત્રો ફંગોળાઇને દૂર ફેંકાયા હતા. કારચાલક જયસુખ કેતરિયાએ આટલેથી ન અટકી નીચે પટકાયેલા યુવક પર કાર રિવર્સ લઈને ફરીથી ચડાવી દીધી હતી અને બાદમાં ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.

Advertisement

આ અકસ્માતમાં અજય ચૌહાણ અને હિતેશ ગેલોતરને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે અમરેલી સિવિલ બાદ રાજકોટ ખસેડાયા છે. આ અંગે અમરેલી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને સીસીટીવીના આધારે આગળની તપાસ હાથ ધરી છે.સીસીટીવીમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે ત્રણેય મિત્રો ચાલતાં ચાલતાં જતા હોય છે. ત્યારે પૂરપાટ ઝડપે આવેલી કાર ત્રણેયને ફંગોળે છે, જેમાં એક યુવક તો પાંચ-સાત ફૂટ જેટલો દૂર ફંગોળાઇ જાય છે. ટક્કર માર્યા બાદ કાર અન્ય વાહનોને નુકસાન પહોંચાડે છે. બાદમાં કારચાલક ફરીથી પોતાની કાર રિવર્સ લઇને ફંગોળાઇને પડેલા યુવકોને કચડવાનો પ્રયાસ કરે છે અને બાદમાં ફરાર થઇ જાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement