ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમરેલીમાં એટીએમ કાર્ડ બદલી નાણાં પડાવતી ત્રિપુટીની ધરપકડ

01:10 PM Oct 11, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

અમરેલીમાં થોડી દિવસ પહેલા એટીએમમાં પૈસા ઉપાડવા આવેલા વ્યકિતનું કાર્ડ બદલી નાણા ઉપાડી લઇ છેતરપીંડીના ગુનામાં પોલીસે ત્રીપુટીને ઝડપી તેમની પાસેથી તમામ રોકડ અને કાર સહીત રૂા.4.33 લાટનો મુદામાલ જપ્ત કર્યો છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, અમરેલીમાં નાગનાથ બ્રાન્ચના એટીએમમાં એક વ્યકિત પૈસા ઉપાડવા આવી હતી. આ સમયે આરોપીએ એટીએમ કાર્ડ બદલી બીજુ એટીએમ કાર્ડ આપી દીધું હતું. ત્યારબાદ તેમના કાર્ડ થકી અન્ય બ્રાન્ચના એટીએમમાંથી 20 હજાર ઉપડી ગયાનો મેસેજ આપતા તેઓએ ફરીયાદ નોંધાવી હતી.
આ મામલે આરોપીઓને પકડી લેવા અમરેલી સીટી પોલીસ સ્ટાફે તપાસ કરી બાતમીને આધારે સોનુ ઉર્ફે સુનિલ આત્મારામ બીડુ (રહે.હરીયાણા), જોની ઉર્ફે મનુ આત્મારામ બીડુ અને અજય બલરાજ ખટક (રહે.હરીયાણા)ની ધરપકડ કરી તેમની પાસેથી 22800ની રોકડ, ત્રણ મોબાઇલ ત્રણ બેંકના ડેબીટ કાર્ડ અને એક સ્વીફટ કાર સહીત રૂા.4.33 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

Tags :
amreliamreli newsATM card extortiongujaratgujarat news
Advertisement
Next Article
Advertisement