રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અમરેલી જિલ્લામાં ખેડૂતોને સહાયચૂકવો: 4 ધારાસભ્યો-સાંસદની માગણી

11:06 AM Oct 19, 2024 IST | admin
Advertisement

ભાજપમાં જ માંગણીઓનો ધોધ છૂટતા હવે સહાય જાહેર થવાની પૂરી શક્યતા

Advertisement

ખેડૂતોના પાકમાં નુકસાની આવી છે જોકે, હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા કોઈ ખેડૂતોને મદદ કરવામાં આવી નથી. ત્યારે વહેલા સર્વે કરાવી સહાય આપવામા આવે તેવી સમગ્ર જિલ્લામાંથી માંગ ઉઠી છે. જો કે, સરકારે લગભગ સહાય ચુકવવા તૈયારી કરી લીધી છે. ત્યારે ભાજપના ધારાસભ્યોની માંગણી સુચક મનાય છે.

અમરેલી વિધાનસભાના ધારાસભ્ય કૌશીક વેકરીયાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆતો કરી છે. જેમાં જણાવ્યું છે કે, નવરાત્રિ દરમિયાન અમરેલી અને કુંકાવાવ વિસ્તાર અને જિલ્લામાં વરસાદના કારણે ખેડૂતોના વિવિધ પાકમાં ખુબજ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. કમોસમી વરસાદને કારણે લીલા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોને આર્થીક રીતે મદદરૂૂપ થઇ શકાય તે માટે તાત્કાલિક સર્વે કરાવી રાજ્ય સરકાર સહાય પેકેજની જાહેરાત કરે તેવી ખેડૂતોએ મૌખિત રજૂઆતો કરી છે. ખેડૂતોના હિતમાં ધ્યાનમાં રાખી સત્વરે ઉચ્ચ કક્ષાએથી જરૂૂરી નિર્ણય કરી સહાય પેકેજ જાહેરાત કરવા ભલામણ કરવામાં આવી છે.

લાઠી બાબરા વિસ્તારના ધારાસભ્ય જનક તળાવયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં જણાવ્યું કે, લાઠી બાબરા વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોને થયેલા નુકસાનનું સર્વે કરી રાહત પેકેજ ચુકવવામાં આવે. હાલમાં ખેડૂતોના કપાસ, મગફળી, સોયાબીન, શાકભાજી, સહિતમાં ખુબજ મોટું નુકસાન થયું છે. આપની કક્ષાએથી ખેડૂતોના હિત ધ્યાને રાખી પાકને થયેલા નુક્સાનો સર્વે કરાવી ખેડૂતોને નુકસાનીની સહાય ચૂકવવા ભલામણ કરી છે.

સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાળાએ પત્રમાં જણાવ્યું કે, મારા વિસ્તાર સાવરકુંડલા તાલુકામાં અતિ ભારે વરસાદ પડવાના કારણે આંબરડી, દોલતી, છાપરી, આદસંગ, મેરીયાણા, છાપરી, થોરડી સહિત વિસ્તારમાં વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં પાકમાં નુકસાન ગ્યાની રજૂઆતો મળી છે. રાજય સરકાર નિયમ પ્રમાણે સર્વે કરાવી સહાય ચુકવવામાં આવે અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા મારી ભલામણ છે.
ધારી બગસરા વિસ્તારના ધારાસભ્ય જે.વી.કાકડીયાએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું કે, બગસરા ધારી વિસ્તારમાં વરસાદના કારણે દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે જેના કારણે સરકાર સર્વે કરી ખેડૂતોને સહાય આપે તેવી પત્ર મારફતે ભલામણ કરવામાં આવી છે.

સાંસદ ભરત સુતરીયાએ ખેડૂતોના સમર્થનમાં પત્ર લખ્યો છે. અમરેલી સંસદ ભરત સુતરીયાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખી જણાવ્યું કે, નવરાત્રી દરમિયાન પડેલા વરસાદના કારણે જિલ્લાના મોટાભાગના ગામડામા ખેડૂતોને નુકસાન ગયું છે. ખેડૂતોના વિવિધ પાકમાં નુકસાનના કારણે તાત્કાલિક સરકાર સર્વે કરી ખેડૂતોને સહાય આપે તેવી રજૂઆતો કરવામાં આવી છે.

Tags :
amreliAssistance to farmersDemand of 4 MLAs-Parliamentgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement