અમરેલીમાં મહિલા તબીબને APK ફાઇલ મોકલી ગઠિયાએ 1 લાખ પડાવ્યા
અમરેલીમાં મહિલા તબીબ સાથે ક્રેડીટ કાર્ડના બહાને સોશ્યલ મીડિયામાં એપીકે ફાઈલ મોકલી રૂૂપિયા 1,06,263ની અજાણ્યા શખ્સે છેતરપીંડી આચરી હતી. આ અંગે અજાણ્યા શખ્સ સામે મહિલા ડોક્ટરે સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
અમરેલીમાં ચિત્તલ રોડ પર પોસ્ટલ સોસાયટીમાં રહેતા અને ડોક્ટરનો વ્યવસાય કરતા અપેક્ષાબેન મહેન્દ્રભાઈ પારેખ ( લીંબાચીયા) (ઉ.વ.29)એ સીટી પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 14 ઓક્ટોબરના રોજ અમરેલીના માણેકપરા સ્વામિનારાયણ મંદિર પાસે હતા. અપેક્ષાબેને એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ એક્ટીવેટ કરાવ્યું હતું.
અજાણ્યા શખ્સે તેના મોબાઈલમાં ફોન કરી ક્રેડીટ કાર્ડ કેન્સલ કરાવવા માટે તેના મમ્મીનું નામ તથા બર્થડેટ માંગ્યું હતું. ત્યારબાદ વોટ્સએપ ઉપર એસબીઆઈ ક્રેડીટ કાર્ડ એપીકે ફાઈલ મોકલી અપેક્ષાબેન પારેખના ખાતામાંથી જુદા જુદા પાંચ ટ્રાન્જેકશન કરી રૂૂપિયા 1,06,263નું ઓનલાઈન ફ્રોડ કરી છેતરપીંડી આચરી હતી. આ અંગે અમરેલી સીટી પોલીસ મથકમાં ગુનો નોંધાતા પીઆઈ ડી.કે.વાઘેલા વધુ તપાસ ચલાવી રહ્યા છે.