રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અમરેલી-ભાવનગર રોડ પર ચક્કાજામ કરતા રોષિત લોકો

11:52 AM Sep 05, 2024 IST | admin
Advertisement

અમરેલી GIDCને જોડતો રોડ બંધ થતા રેલવે તંત્ર સામે ભભૂક્યો રોષ

Advertisement

અમરેલીના જીઆઇડીસીને જોડતા વાહનો અગાઉ રેલવે માલિકીની જમીનમાંથી પસાર થતા હતા ત્યારે રેલ્વે દ્વારા હાલ પોતાની માલિકીની જમીન હોવાથી અને કામગીરી શરૂ કરવામાં આવતા તે રસ્તો બંધ થઈ જતા ચાલી રહેલ વિવાદમાં ગઈ રાત્રે ફરી એક વખત હલાણ પ્રશ્ન રોસેભરાયેલા વેપારીઓ અને લોકો દ્વારા ગઈ રાત્રે ચક્કા જામ કરવામાં આવ્યો હતો.

પરિણામે અમરેલીથી ભાવનગર તરફ જતો રોડ બંધ કરવામાં આવ્યો હતો અને લોકો રોડ ઉપર બેસી ગયા હતા સાથે શ્રીરામ જયરામ ની ધૂન રોડ ઉપર શરૂ કરવામાં આવેલ હતી. અમરેલી જીઆઇડીસી તરફ જવા માટે લાઠી રોડ રેલવે ફાટક પાસે રેલવેની માલિકીની જમીનમાંથી વાહનો પસાર થઈને જીઆઇડીસી તરફ જતા હતા અમરેલીમાં બ્રોડગેજની કામગીરી મંજૂર કરાયા બાદ રેલવે દ્વારા પોતાની માલિકીની જમીનમાં બાંધકામ શરૂૂ કરી દેવામાં આવ્યું છે જેના કારણે જીઆઇડીસી તરફ જતા વાહનો હનુમાન પરા વાળા રોડ તરફથી તેમજ બાયપાસ તરફથી આવતા હતા ત્યાં સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવતો હોવાના કારણે ઘણા સમયથી આ સમસ્યાનો કોકડું ગૂંચવાયેલું છે રોસે ભરાયેલા આ વિસ્તારના વેપારીઓ તથા સ્થાનિક રહેવાસીઓ મોટી સંખ્યામાં ગઈ રાત્રે લાઠી રોડ રેલવે ફાટક પાસે એકઠા થયા હતા.

રાત્રિના સમયે સૂત્રોચાર સાથે ઉગ્ર રીતે વિરોધ નોંધવામાં આવ્યો હતો લાઠી રોડ ઉપર ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. આ કારણે અડધા કલાક કરતાં પણ વધારે સમય સુધી અમરેલી થી અમદાવાદને જોડતા મુખ્ય માર્ગ પર વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ્પથઈ જતા રોડની બંને તરફ જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી વાહનોના થપ્પા લાગ્યા હતા.

આ ઘટનાના પગલે જાણ થતાં જ અમરેલીના પ્રાંત અધિકારી અને મામલતદાર ઘટના સ્થળે દોડી ગયા હતા અને વેપારીઓને સમજાવીને રોડ ખુલ્લો કરવા માટે વાટાઘાટો હાથ ધરવામાં આવી હતી શહેરભરની પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને રોડ ખુલ્લો કરવા માટે પ્રયત્ન શરૂૂ કરવામાં આવ્યા હતા. વેપારીઓ તથા સ્થાનિક લોકો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે માગણી કરવામાં આવી રહી છે અગાઉ પણ રજૂઆત કરાયા બાદ આંદોલન વધુ ઉગ્ર બન્યું છે.

લોકો દ્વારા ઉગ્ર રીતે સૂત્રોચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.. જીઆઇડીસીના હલનનો છેલ્લા ત્રણ મહિનાથી ઉભો થયેલો આ ગંભીર પ્રશ્ન વિકરાળ બને તેવી દેસત સેવાઈ રહી છે લોકો દ્વારા ફેન્સીંગ તોડી નખાતા જમીન માલિક દ્વારા ખાડો ખોદી નખાયો હતો અત્રે એ ઉલ્લેખનીય છે કે અમરેલીમાં આવેલી જીઆઇડીસી મૃતપાઈહાલતમાં છે ઉદ્યોગ માટે લાલ જાજમ પાછળથી સરકાર હાલ જે ઉદ્યોગ જીઆઇડીસીમાં ચાલુ છે તેને બચાવવા માટે આગળ આવે તે જરૂરી છે.

Tags :
amreligujaratgujarat newstraffic
Advertisement
Next Article
Advertisement