For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમરેલીમાં વડાપ્રધાન અંગે એલફેલ બોલનાર પૂર્વ સાંસદ વીરજી ઠુંમર સામે ભાજપમાં રોષ

12:23 PM Dec 23, 2023 IST | Sejal barot
અમરેલીમાં વડાપ્રધાન અંગે એલફેલ બોલનાર પૂર્વ સાંસદ વીરજી ઠુંમર સામે ભાજપમાં રોષ

અમરેલી જિલ્લા કોગ્રેસના નવ નિયુક્ત પ્રમુખનો પદ ગ્રહણ સમારોહમા આજે પૂર્વ સાંસદ પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુંમ્મરે વડા પ્રધાનપદ ની ગરીમાને ન છાજે તેવા વાણી વિલાસ કરેલ હતો. આવા વાણી વિલાસ ને ભાજપના પદાધિકારીઓ દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવેલ હતો. અમરેલી જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા 142 સાંસદોને સસ્પેન્ડ કરવા મુદ્દે અમરેલી કલેક્ટર ને આવેદનપત્ર આપવામા આવેલ હતું. અમરેલીમા આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુખપદ ગ્રહણ સમારોહ યોજાયો હતો.જેમાં પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમ્મરે વડાપ્રધાનપદ ની ગરિમાને ન છાજે તેવી અભદ્ર ભાષામા વાત કરી હતી. વડાપ્રધાન તો ભવાયો છે.અદાણી અને અંબાણી નો દલાલ છે. 142 સાંસદોને સસ્પેન્ડ કરવાનુ પાપ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કર્યુ છે. આવા શબ્દ પ્રયોગથી ભારે ચકચાર મચી ગયેલ હતી.અમરેલી જિલ્લા કોગ્રેસના નવ નિયુક્ત પ્રમુખ પ્રતાપ દુધાતનો પદ ગ્રહણ કાર્યક્રમ અમરેલી જિલ્લા કોગ્રેસ કાર્યાલય ખાતે યોજાયો હતો. અમરેલી જિલ્લા કોગ્રેસ ના પ્રમુખ તરીકે પ્રતાપ દુઘાતની વરણી કરતા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લા કોગ્રેસની આગેવાની મા ઇન્ડિયા ગઠબંઘનના 142 સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદા પર રાષ્ટ્રપતિને સંબોધી અમરેલી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલ હતું. વિરજી ઠુંમ્મરના વાણી વિલાસ સામે ભાજપના સાંસદ નારણ કાછડીયા એ જે દલાલ હોઈ તેજ આવો વાણી વિલાસ કરી શકે તેમ કહી શખ્ત શબ્દોમાં વખોડી કાઢેલ.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement