શાપરના પારડીમાં માવતરે આવેલી નવોઢાનો કૂવામાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ
ટંકારાના મીતાણામાં શ્રમિક પરિવારનો બે વર્ષનો માસુમ અકસ્માતે દાઝયો
બાબરા તાલુકાના પીપળીયા ગામે રહેતી પરિણીતા શાપરના પારડી ગામે રહેતા માવતરે આટો દેવા આવી હતી ત્યારે કોઈ અગમ્ય કારણસર કૂવામાં જંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ બાબરા તાલુકાના પીપળીયા ગામે રહેતી મયુરીબેન ધર્મેશભાઈ ખુમાણ નામની 26 વર્ષની પરિણીતા શાપરના પાલડી ગામે રહેતા પિતા હરેશભાઈના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણસર કૂવામાં જંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મયુરીબેન ખુમાણને તાત્કાલિક બહાર કાઢી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતા શાપર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મયુરીબેન ખુમાણના સાત માસ પૂર્વે જ લગ્ન થયા છે અને પિતાના ઘરે આંટો દેવા આવ્યા બાદ કોઈ અગમ્ય કારણસર કૂવામા ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં મોરબીના મીતાણા ગામે આવેલી કંપનીમાં કામ કરતા શ્રમિક પરિવારનો બે વર્ષનો માસુમ બાળક રમતો હતો ત્યારે અકસ્માતે ગરમ પાણીમાં પટકાયો હતો. માસુમ બાળક ગંભીર રીતે દાજી જતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજ પરિવારમાં નવા સદસ્યનું જ નહીં પરંતુ અનેરા લગાવ યુક્ત માતૃત્વ અને પિતૃત્વનું પણ આગમન થયું છે.