ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમરેલી સરઘસકાંડના સુરતમાં પડઘા, ધરણાં પહેલાં ધાનાણી-દુધાતની અટકાયત

12:39 PM Jan 13, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

પોલીસે ટ્રાફિકનું બહાનું કાઢી ધરણાંની મંજુરી નહીં આપતા વાતાવરણ ઉગ્ર બન્યું

અમરેલીમાં ભાજપની આંતરીક લડાઈમાં પોલીસના અત્યાચારનો ભોગ બનેલી યુવતિને ન્યાય અપાવવાની લડતના પડઘા સુરતમાં પણ પડ્યા છે અને આજે કોંગ્રેસના સહિતના નેતાઓ અગાઉથી જાહેર કરેલા કાર્યક્રમ મુજબ વરાછા ખાતે માનગઢ ચોકમાં ધરણા કરવા પહોંચે તે પહેલા પોલીસે તેઓની અટકાયત કરી લેતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું. કોંગ્રેસના નેતાઓ અમરેલી પહોંચતા જ પોલીસે તેમને ઉપાડી લીધા હતાં. અને સીધા જ પોલીસ સ્ટેશને બેસાડી દીધા હતાં.

આ ધરણા માટે કોંગ્રેસ દ્વારા પોલીસ પાસે મંજુરી પણ માંગવામાં આવી હતી. પરંતુ પોલીસે ટ્રાફિકનું બહાનું આગળ ધરીને મંજુરી નહીં આપવા છતાં કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ યથાવત રાખવામાં આવ્યો હતો. જો કે, કોંગ્રેસના નેતાઓ ધરમાસ્થળે પહોંચે તે પહેલા પોલીસે રસ્તામાંથી જ તેમની અટકાયત કરી લેતા વરાછા વિસ્તારમાં રોષની લાગણી ફેલાયેલ છે.

અમરેલીમાં ભાજપના બે નેતાઓની લેટરવોરમાં નિર્દોષ ટાઈપીસ્ટ યુવતિની મધરાત્રે ધરપકડ કરી તેનું સરઘસ કાઢી પોલીસ સ્ટેશનમાં પટ્ટા મારવાની ઘટનાના વિરોધમાં અમરેલી ખાતે પરેશ ધાનાણીએ 48 કલાકના અનસન કર્યા બાદ આજે સુરતના મીની સૌરાષ્ટ્ર ગણાતા વરાછા વિસ્તારમાં નાની બજારમાં આવેલ માનગઢ ચોક ખાતે ધરણાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. પરંતુ પોલીસે આ કાર્યક્રમ નિષ્ફળ બનાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે ઉગ્ર આંદોલન કરતા રાજ્યસરકારની ઉંઘ 12 દિવસ બાદ ઉડી છે અને ગઈકાલે મોડી સાંજે આ પ્રકરણમાં સંડોવાયેલા નાના ત્રણ પોલીસ કર્મચારીઓને એસ.પી. દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં જો કે, મોટા અધિકારીઓ સામે હજુ સુધી કોઈ પગલા ભરાયા નથી બીજી તરફ આ સમગ્ર કાંડમાં જેની સામે આંગળી ચીંધાઈ રહી છે તેવા ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા આ કાંડ બન્યો ત્યારથી મીડિયા સમક્ષ આવવાના બદલે ભુગર્ભમાં ઉતરી ગયા છે.

 

Tags :
Ahmedabad-Suratamreliamreli newsgujaratgujarat newsparesh dhananiParesh Dhanani and Pratap Dudhatsuratsurat news
Advertisement
Advertisement