અમરેલી લેટરકાંડ ફરી ગરમાયું, SP અને પોલીસ સામે કાર્યવાહી કરવા પાયલ ગોટીની હાઇકોર્ટમાં પિટિશન
નિલિપ્ત રાયનો રિપોર્ટ જાહેર કરવા પણ માગણી, બે દિવસમાં બીજી ક્ધટેમ્પટ પિટિશન પણ કરવા ચીમકી
અમરેલીના લેટરકાંડ મામલે રિપોર્ટ તૈયાર કરીને ડીજીપીને સુપરત કરવામાં આવ્યાને એક માસ જેટલો સમય વિતી જવા છતાય કોઇ પગલા લેવામાં ન આવતા ભોગ બનનાર પાયલ ગોટીએ હાઇકોર્ટમાં પીટીશન કરી અમરેલી એસપી સંજય ખરાત અને પોલીસ સામે કાર્યવાહી કરવા માંગણી કરતા આ પ્રકરણ ફરી ગરમાયું છે.
અમરેલીમાં છેલ્લા ઘણા સમયથી લેટરકાંડ ખુબ ચર્ચાનો વિષય રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી પાયલ ગોટી કેસમાં તેના અપાયેલા નિવેદન અને કોંગ્રેસના મોટાપાયે વિરોધ બાદ આ સમગ્ર મામલે નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવી હતી. નિર્લિપ્ત રાય અમરેલી ગયા અને ત્યાં જઈને સમગ્ર મામલે પાયલ ગોટી સહીતના અન્ય આરોપીઓ અને પોલીસ વિભાગના લોકો સાથે વાત કરી હતી.
તપાસના અંતે એક રિપોર્ટ પણ તૈયાર કર્યો હતો. એ રિપોર્ટ DGPને તો સોંપી દેવામાં આવ્યો હતો. પણ તેના પર હજુ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. પાયલ ગોટીએ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન ફાઈલ કરી છે. અને તેણે સરકાર પાસે નિર્લિપ્ત રાય દ્વારા તૈયાર કરાયેલ રિપોર્ટ જાહેર કરવાની માંગ કરી છે. અને સાથે જ અમરેલી SP સંજય ખરાત અને અમરેલી પોલીસ સામે કાર્યવાહી કરવા પીટીશનમાં માંગ કરાઈ છે.
પિટિશનમાં માંગ કરવામાં આવી છેે કે, આ મામલે 13 જાન્યુઆરીએ પાયલ ગોટીએ DGPને લેખિતમાં અરજી કરી પણ કઈ પગલાં લેવાયા નહિ.
નિર્લિપ્ત રાયની તપાસ પૂરી થઇ ગઈ અને રિપોર્ટ પણ તૈયાર સબમિટ થઇ ગયો પણ હજુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ રિપોર્ટ પર કોઈ પણ જાતના પગલાં DGP વિકાસ સહાય દ્વારા લેવામાં આવ્યા નથી. પિટિશનમાં માંગણી કરવામાં આવી છે કે, SP સંજય ખરાત વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવે અને તેમના વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવે.
આવતા બે દિવસમાં ડી.કે.બાસુના બાયોલિશનમાં બીજી ક્ધટેમ્પટ પિટિશન પણ થશે તેવુ પણ જણાવાયું છે.1 મહિનો વીતી જવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નહિ, જેના કારણે હવે પાયલ ગોટી સહિતના આ કેસ સાથે જોડાયેલા અન્ય લોકોના બંધારણીય અધિકારોનો ભંગ થયો છે. જેના વિરુદ્ધ આ પિટિશન ફાઈલ કરવામાં આવી છે.