અમરેલી લેટરકાંડ પ્રકરણમાં યુવતીની ધરપકડના વિરોધમાં એડવોકેટ પંડિત મેદાનમાં
રાજ્યભરમાં ચકચાર જગાવનારા અમરેલી લેટરકાંડ પ્રકરણમાં પાટીદાર યુવતિની ધરપકડ કરી સરઘસ કાઢવાની ઘટના પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે અમરેલી લેટરકાંડ પ્રકરણમાં યુવતિની ધરપકડની કાયદેસરતા સામે રાજકોટના ખ્યાતનામ એડવોકેટ સંજય પંડિત પણ મેદાનમાં આવ્યા છે. અને યુવતિની ધરપકડના વિરોધમાં ચીફ જસ્ટીસ અને અમરેલી ડિસ્ટ્રીક્ટ જજને ફરિયાદ કરી છે.
રાજકોટના વકીલ અને આર.ટી.આઇ એકટીવીસ્ટ સંજય પંડિતે ગુજરાત ચીફ જસ્ટિસ અને અમરેલીના ડિસ્ટ્રીકટ જજને લેખીત ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં જણાવ્યું હતું કે હાલમાં અમરેલી લેટરકાન્ડ પ્રકરણમાં પાટીદાર યુવતીની ધરપકડ કરવામાં આવી હતી જે અનુસંધાને વિવિધ સમાચાર પત્રોમા યુવતીની ધરપકડ રાત્રે 12 વાગ્યે કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે ભારતીય કાયદા મુજબ કોઈપણ મહિલા આરોપીની ધરપકડ સુર્યાસ્ત બાદ કરવાની થાય તેવા કિસ્સામાં હકુમત ધરાવતા મેજીસ્ટ્રેટની પૂર્વ પરવાનગી લેવી ફરજિયાત છે ત્યારે હાલના કિસ્સામાં અમરેલી પોલીસ દ્વારા આવી કોઈ પરવાનગી લેવામા આવી હતી કે નહીં?? જો લેવામાં આવી ન હોયતો આ ધરપકડ ગેરકાનૂની ગણાય અને જવાબદાર પોલીસ અધિકારીઓ ઉપર ગેરકાનૂની અટકાયાત બદલ ફોજદારી તેમજ ખાતાકીય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે અને યુવતીનુ રીઢા ગુનેગાર ની જેમ જાહેર મા સરધસ કાઢવા બદલ પણ પગલા લેવાની માંગ કરાઈ છે.
સાથે સાથે પંડિત એ જણાવ્યું હતું કે જો મેજીસ્ટ્રેટની મંજૂરી મેળવવા મા આવી હોયતો એવા કયા ફરજ પાડતા સંજોગો મેજીસ્ટ્રેટ સમક્ષ હતા કે એક મહિલા ની રાત્રી ના 12 વાગ્યે અટક કરવાની મંજૂરી આપવામાં આવી કારણકે હાલ નો ગુનો એ કોઈ આતંકવાદી કૃત્ય નો કે દેશ દ્રોહ જેવો ગંભીર ગુનો નહતો બોગસ લેટર ના ગુનાની તપાસ દસ્તાવેજી પુરાવા આધારિત તપાસ ગણાય તો આવા સામાન્ય ગનામા રાત્રે 12 વાગ્યે યુવતી ની અટક કરવાની મંજૂરી આપનાર મેજીસ્ટ્રેટ નો લેખીત ખુલાસો પુછવા અને મેજીસ્ટ્રેટ વિરુદ્ધ ખાતાકીય પગલા લેવા માંગ કરવામાં આવી છે.