અમરેલીમાં માંગવાપાળ પાસે બાઇક અકસ્માતમાં જંગર ગામના યુવકનું મોત
કુંકાવાવ જંગર ગામે રહેતો યુવાન અમરેલીથી હિરા ઘસીને પરત ફરી રહ્યો હતો ત્યારે માંગવાપાળ ગામ પાસે ચાલુ બાઇકે નીચે પટકાતા અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કુંકાવાવના જંગર ગામે રહેતો હરેશભાઇ વાલજીભાઇ વસાણી નામનો 40 વર્ષનો યુવાન ત્રણ દિવસ પૂર્વે અમરેલી હિરા ઘસીને પરત જંગર ગામે આવી રહ્યો હતો ત્યારે માંગવાપાળ ગામ પાસે ચાલુ બાઇકમાંથી નીચે પટકાતા અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન બે ભાઇ બે બહેનમાં મોટો હતો અને તે અમરેલી હિરા ઘસી પરત આવતો હતો ત્યારે ચાલુ બાઇકે નીચે પટકાતા સર્જાયેલા અકસ્માતમાં મોત નિપજયું હોવાનું જાણવા મળ્યું છે.