અમરેલીમાં પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા યુવકે 5.21 લાખની ઠગાઇ આચરી
અમરેલીમાં મોટા બસ સ્ટેન્ડ સામે વ્હાઈટ હાઉસમાં સર્જક સ્કીન આર્ટ નામના પ્રિન્ટીંગ પ્રેસમાં કામ કરતા યુવકે પ્રેસ માલિક સાથે રૂૂપિયા 5.21 લાખની છેતરપીંડી આચરી હોવાની સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
અમરેલીના ચક્કરગઢ રોડ પર રોકડીયાપરામાં રહેતા ઘનશ્યામભાઈ મગનભાઈ હીરપરા (ઉ.વ.48)એ સર્જક સ્કીન આર્ટમાં કામ કરતા ચીરાગ રાજેશભાઈ વીરડીયા સામે સીટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 2025ના એપ્રિલ માસમાં તેની ઓફિસે સરંભડાના ચિરાગ વીરડીયાને કોમ્પ્યુટર વર્ક માટે રાખ્યો હતો. ઓફિસના નાના-મોટા પેમેન્ટ ગુગલ પે મારફત આવતા હોય છે. આ મોબાઈલ તેની દુકાને જ રહે છે.
6-9-2025 થી 19-10-2025 સુધી ચિરાગ વીરડીયાએ કટકે કટકે જુદા જુદા એકાઉન્ટમાં 5.21 લાખની રકમ ટ્રાન્સફર કરી તેની સાથે છેતરપીંડી આચરી હતી. આ અંગે અમરેલી સીટી પોલીસ મથકમાં વિશ્વાસઘાતનો ગુનો નોંધાતા પીએસઆઈ કે.એમ.મકવાણા વધુ તપાસ ચલાવી રહ્યા છે.