હીરામાં મંદી આવતા ધારીના પ્રેમપરા ગામના યુવાનનો દવા પી આપઘાત
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના પ્રેમપરામાં રહેતા એક યુવાન હિરાના કામમાં મંદીથી કંટાળીને ઝેરી દવા પી જઈ આપઘાત કરી લીધાનું પોલીસમા જાહેર થયેલ હતું.
અમરેલી જિલ્લા ના ધારી તાલુકાના પ્રેમપરા ના રહેવાસી અશોકભાઈ બાવકુભાઈ જેબલીયા નામનો યુવાન હિરા ઘસવાનુ કામ કરતો હતો. હાલમાં હિરા કામમાં મંદી હોવાથી તે છુટક મજૂરી કરતો હતો. આ કારણથી તેને માનસિક તકલીફ થઈ હતી અને તે જીંદગીથી કંટાળી જઈ ગઈ કાલે રાત્રે ઝેરી દવા પી લીધી હતી. તેને તાત્કાલિક ધારી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવની જાણ થતાં ધારી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતકના પરિવારજનોના નિવેદનો લીધા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી દીધો હતો આ બનાવમાં હિરા કામમાં મંદીને અને છુટક મજુરી ના કારણે યુવાનનું મૃત્યુ થયું હોવાનું પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે ઘારી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.