બાબરાની મહિલાને લોન અપાવવાના બહાને બેંકમાંથી રૂા.24.80 લાખ ઉપાડી લઇ ઠગાઇ
વાવડીના શખ્સે કોરા ચેકથી પૈસા ઉપાડી છેતરપિંડી કરી
બાબરાની મહિલા સાથે લોન આપવાના બહાને ભાવનગરના વાવડીમાં રહેતા શખ્સે ડોક્યુમેન્ટ લઈ બેંક ખાતામાં રૂૂપિયા 24.80 લાખ જમા કરાવી તે જુદા જુદા ટ્રાન્જેકશન થકી ઉપાડી લીધા હતા.
બાબરામાં અમરેલી રોડ પર દ્વારકેશ સોસાયટીમાં રહેતા હીનાબેન આશીષભાઈ રોલેસીયા (ઉ.વ.38)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ભાવનગરના વાવડી ગામે રહેતા રવિરાજસિંહ પરમારે લોન આપવાના બહાને તેની પાસેથી જરૂૂરી ડોક્યુમેન્ટ લઈ બાબરાની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયામાં ખાતુ ખાલાવ્યું હતું. તેમજ તેનું સીમકાર્ડ અને સહી કરેલા ચેક ઉપરાંત ચેકબુક, એટીએમ કાર્ડ તથા પાસવર્ડ લઈ લીધા હતા.
જે બાદ રવિરાજસિંહ પરમારે હીનાબેન રાલેસીયાના બેંક એકાઉન્ટમાં જુદા જુદા સમયે જુદી જુદી રકમ મળી કુલ રૂૂપિયા 24,80,000 જમા કરાવ્યા હતા. ઉપરાંત આ રકમ હીનાબેનના ચેકનો ઉપયોગ કરી નાણાં ઉપાડી લીધા હતા. રવિરાજસિંહ પરમારે મહિલા સાથે 24.80 લાખની છેતરપીંડી આચરર્યાની બાબરા પોલીસમાં ફરિયાદ નોંધાતા પીઆઈ એ. એમ. દેસાઈ વધુ તપાસ ચલાવી રહ્યા છે.