વડિયા ગ્રામપંચાયતમાં સામાજિક ન્યાય સમિતિની બેઠકમાં હોબાળો મચ્યાનો વીડિયો વાઇરલ
પંચાયત સૂત્રોની પક્ષપાતી કામગીરીથી લોકોમાં રોષ
અમરેલી જિલ્લાના વડિયામાં ગ્રામપંચાયત માં વડિયા ના એક જાગૃત નાગરિક દ્વારા માહિતી અધિકાર અધિનિયમ મુજબ છેલ્લા ચાર વર્ષમાં થયેલા કામોની સંપૂર્ણ માહિતી સાથે સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન અને તેમની મિટિંગો ની માહિતી તેમાં ઉપસ્થિત સભ્યો ની સાહીના નમૂના સાથે માંગતા મહિલા સદસ્યોં ના પતિદેવો અને દીકરાઓ થી ચાલતા વહીવટ માં ગરમાવો જોવા મળી રહ્યો છે.
આ જાગૃત નાગરિક સંતોષભાઈ સોંદરવા ની જાગૃતતા ના કારણે વડિયા ગ્રામપંચાયત દ્વારા સામાજિક ન્યાય સમિતિ ની મિટિંગ તાત્કાલિક આયોજિત કરવાની ફરજ પડી હતી આ મિટિંગ ની જાણ વડિયા ના આ જાગૃત નાગરિકોને થતા તે સમગ્ર અનુ. જાતિ વિસ્તારના જાગૃત યુવાનોને જાણ કરી એક સાથે આ મિટિંગ માં રજુવાતો અને અનુ. જાતિ માટેની ગ્રાન્ટ ના કામની ઉઘરાણી કરવા લાગતા તેમણે તે સભામાંથી બહાર નીકળવાનું કહેવામાં આવતા ગ્રામપંચાયત માં તલાટી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સહીત અન્ય સભ્યો સાથે ઉગ્ર બોલાચાલી નો વિડિઓ વાઇરલ થયા હતા જેમા વડિયા ગ્રામપંચાયત દ્વવારા અનુ. જાતિ વિસ્તાર ને કરવામા આવતા અન્યાય બાબતે ઉગ્ર રાજુવાતો થયેલી જોવા મળી હતી .
આ સમયે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મુન્નાભાઈ બાદશાહ એ રાજીનામું આપવાની તૈયારી દર્શાવતો વિડિઓ પણ વાઇરલ થયો હતો. આ જાગૃત નાગરિકો દ્વારા સામાજિક ન્યાય સમિતિની બેઠક માં અનુ. જાતિ ના લોકો માટેના અંતિમધામ ના વિકાસ માટે રસ્તા, લાઈટ, પાણી દીવાલ સહીત ની માંગણીઓ મુકતા સમગ્ર કેમ્પસ માં ગરમાવો આવતો જોવા મળ્યો હતો.જોકે વડિયા ગ્રામપંચાયત માં વર્તમાન સરપંચ અને તેમની સમગ્ર સભ્યોની બોડી માં કોઈ વિકાસલક્ષી કાર્યો તેમના કાર્યકાળ માં થતા ના હોવાથી લોકોમાં પણ ઉગ્ર નારાજગી જોવા મળી રહી છે સાથે જે ગણ્યા ગાંઠ્યા રસ્તાઓ બન્યા છે તે વર્તમાન હોદેદારો ના પરિવાર ના સભ્યોના પગ ખરાબ ના થાય તેવા હેતુથી બન્યા હોવાથી ચૂંટાયેલા લોકોના પરિવારના સભ્યોને જ તેનો લાભ મળી રહ્યો છે તો વડિયા ની મુખ્ય બજારોમાં પણ ચોમાસામાં લોકો કાદવ કીચડ થી પરેશાન થતા અને પંચાયત સામે રોષ ઠાલવતા જોવા મળી રહ્યા છે.
ત્યારે વડિયા ગ્રામમ મુખ્ય રસ્તાઓ બનાવે તેવુ નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા ના લોકદરબાર માં પણ પ્રશ્ન રજુ કરાયા હતા ત્યારે વડિયા માં પાયાની સુવિધાઓ માં નેતાઓના ઘર ના રસ્તાઓને બદલે મુખ્ય રસ્તા નુ નવીનીકરણ થાય તેવી વડિયા ના લોકોની માંગણી જોવા મળી રહી છે. આ બાબતે બિસ્માર રસ્તાઓને લઈને વડિયા વિકાસ સમિતિ નામની સંસ્થાએ પણ ઉચ્ચ કક્ષાએ રજુવાત કરી છે.આવનારા દિવસોમાં જો કોઈ વિકાસ કર્યો થાય નહિ તો વડિયા ના જાગૃત નાગરિકો વર્તમાન પંચાયત બોડી સામે આંદોલન છેડે તો નવાઈ નહિ.