ખાંભાના ભાડ ગામે ડેમમાં પડેલી ભેંસને બચાવવા જતાં કિશોરનું ડૂબી જતાં મોત
કિશોરનો પગ લપસતા ડેમમાં પડી ગયો
ખાંભાના ભાડ ગામે ખોડિયાર ડેમમાં પડેલી ભેંસને હાંકવા જતા કિશોરનો પગલ લપસી જતા ડેમમાં પડી ગયો હતો. જેના કારણે પાણીમાં ડુબી જતા 17 વર્ષિય કિશોરનું મોત નિપજ્યું હતું. ભાડ ગામની ઘટનાને પગલે પરિવારમાં આક્રંદ છવાયો હતો.
મુળ બગસરાના પીઠડીયા ગામના વતની અને હાલ ખાંભાના ભાડમાં રહેતા ચિરાગભાઈ કાનજીભાઈ અદગામા (ઉ.વ.17) 3 નવેમ્બરના રોજ બપોરના દોઢેક વાગ્યાના સુમારે ખોડિયાર ડેમ નજીક ભેંસો ચરાવી રહ્યા હતા. અહીં ભેંસ ખોડિયાર ડેમના પાણીમાં પડી હતી. જેના કારણે ચિરાગભાઈ તેમને હાંકવા માટે ગયા હતા. તે દરમિયાન તેમનો પગ લપસી જતા ખોડિયાર ડેમમાં પડી ગયા હતા અને ડુબી જતા મોત નિપજ્યું હતું. મૃતક કિશોરના પિતા કાનજીભાઈ મેરામભાઈ અદગામાએ ખાંભા પોલીસને જાણ કરતા હેડ કોન્સ્ટેબલ એન.પી.સોલંકી વધુ તપાસ ચલાવી રહ્યા છે.
મોરબી પાંજરાપોળમાંથી બેટરીના સેલની ચોરી
મોરબી : મોરબીના વાવડી રોડ ગાયત્રીનગરના રહેવાસી રવિરાજસિંહ ઓમકારસિંહ જાડેજા (ઉ.વ.32) મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 01-11 ના વહેલી સવારના ત્રણેક વાગ્યાના અરસામાં મોરબી તાલુકાના મકનસર પાંજરાપોળ અંદર લગાવેલ અલગ અલગ ટાવરોમાંથી જાહેર ખુલ્લામથી એક્સાઈડ અને અમરરાજા કંપનીના બેટરી સેલ 114 નંગ એક સેલની કીમત રૂૂ 500 લેખે કુલ રૂૂ 57,000 ની મત્તા અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.