વડિયામાં ઓનલાઇન સેન્ટર પરથી પીજીવીસીલ બિલ ભર્યાની ડુપ્લિકેટ રસીદો ધાબડવાનું મસમોટું કૌભાંડ
અમરેલી જિલ્લો હાલ સમગ્ર રાજ્યમાં ચર્ચાના ચકડોળે છે ત્યારે અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં પીજીવીસીલ દ્વારા બાકી લાઈટબીલ ની ઉઘરાણી કરતા લોકોએ ઓનલાઇન સેન્ટર પર પીજીવીસીલ ના નાણાં ભર્યાની ડુપ્લીકેટ રસીદો આપી લાખો રૂૂપિયા ચાઉં થયા ની ચર્ચાઓ બે દિવસ થી અનેક જગ્યાએ સાંભળવા મળી રહી હતી. જે બાબતે પીજીવીસેલમાં આવી ફરિયાદો મળતા તેમના દ્વારા ઓનલાઇન સેન્ટર એવા દેસાઈ ક્ધસટલ્સી નામની પેઢીના માલિક મયુર દેસાઈએ જણાવ્યા અનુસાર તેમની પેઢીની બીજી શાખા જે યુવા ભાજપ ના નેતાઓ પ્રતીક હરખાણી અને જીગર સેજપાલ ના કહેવાથી તેમના નાના ભાઈ જયેશ હરખાણી ને ભાડા પટે ચલાવવા આપવાનુ નક્કી થયેલું હતુ જેનો કરાર લેખિત સહમતી કરાઈ તે પેહલા ટૂંકાગાળા માં તેમને આ સેન્ટર પર તારીખ 6/11/2024 થી કામગીરી શરુ કરતા પીજીવીસીલ ના લાઈટ બિલના 250 આસપાસ ગ્રાહકોના નાણાં લઇ ને લાઈટ બિલ ભરપાઈ ની ડુપ્લીકેટ રસીદો આપી હતી. પીજીવીસીલ દ્વારા આ બાબતે બાકી લાઈટબીલના ગ્રાહકો પાસેથી નાણાં ની ઉઘરાણી કરતા સમગ્ર મામલો દેસાઈ ક્ધસટલ્સી ને જાણ માં આવતા તેમના દ્વારા આ બાબતે લોકોનો સંપર્ક કરતા અનેક લોકો તેનો ભોગ બન્યા નુ સામે આવ્યુ હતુ બિલ ઉપરાંત ઓનલાઇન મની ટ્રાન્સફર બાબતે પણ ઘણા લોકો ભોગ બન્યા અને હાલ 4.5 લાખ થી 5 લાખ સુધીના આવા બિલિંગ સામે આવતા જોવા મળ્યા છે અને હજુ લોકો સામે આવી રહ્યા છે ત્યારે આ આંકડો હજુ ઉપર જાય તેવી શક્યતા જોવા મળી રહી છે તેવુ તેને જણાવ્યું હતુ.
આ બાબતે દેસાઈ ક્ધસટલ્સીના માલિક દ્વારા વડિયા પોલીસમાં આ બાબતે જયેશ પ્રકાશભાઈ હરખાણી સામે ગુનો નોંધવા માટે લેખિત માં રજુવાત કરવામાં આવી હતી. આ સાથે જિલ્લા પોલીસ વડા ને પણ લેખિત માં જાણ કરી છે અને પીજીવીસીએલ ના તંત્ર ને પણ આ ડુપ્લીકેટ રસીદ બનાવનાર શખ્સ સામે ગુનો દાખલ કરવા વિનંતી કરવામાં આવી છે. આ બાબતે વડિયા પોલીસ દ્વારા પણ તપાસ શરુ કરવામાં આવી હોય તેવુ જાણવા મળી રહ્યું છે.હાલ નુ યુવાધન ટૂંકા રસ્તે પૈસા બનાવવાની હોડ માં મસમોટા ડુપ્લીકેટ કૌભાંડો આંચરી રહ્યા છે અને રોજ નવા નવા કૌભાંડો સામે આવી રહ્યા છે ત્યારે આવા યુવાનોને નીતિમતા ની રાહ પર ચડાવવા ખુબ જ જરૂૂરી બનતું જાય છે.
----