For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લિલિયાના ક્રાકચમાં સહકારી બેંકકર્મીને શખ્સે પાઇપના 36 ઘા ઝીંકી હાથ-પગ ભાંગી નાખ્યા

12:03 PM Nov 21, 2025 IST | Bhumika
લિલિયાના ક્રાકચમાં સહકારી બેંકકર્મીને શખ્સે પાઇપના 36 ઘા ઝીંકી હાથ પગ ભાંગી નાખ્યા

અમરેલી જિલ્લાના લિલિયા તાલુકાના ક્રાકચ ગામમાં મારામારીની ઘટના સામે આવી છે. પાનની દુકાન આગળ ઊભેલા સહકારી બેંકના કર્મચારી પર કારમાં આવેલા ત્રણ શખસ ધોકા-લાકડી અને પાઇપો લઇને તૂટી પડ્યાની સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઇ છે. એમાં જેવા મળે છે કે કારમાં આવેલા શખસો સહકારી બેંકના કર્મચારીને ખેંચીને પાન પાર્લરમાંથી બહાર કાઢે છે તેને એક બાદ એક પાઈપના 36 પ્રહાર કરીને હાથ-પગ તોડી નાખે છે.

Advertisement

મારામારીની ઘટનાના સામે આવેલા સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળે છે કે ક્રાકચ ગામમાં એક પાન પાર્લરની દુકાન આગળ એક યુવક ઊભો છે. આ દરમિયાન એક સફેદ કલરની કાર આવે છે, જે થોડી આગળ જઇને થોડીવાર ઊભી રહે છે અને થોડી જ સેક્ધડોમાં કારચાલક કારને રિવર્સ કરે છે, જેમાંથી પહેલા બે લોકો ઊતરે છે અને પાન પાર્લર આગળ ઊભેલા યુવકને ખેંચીને રોડ પર લઇ લે છે. યુવક કઇ સમજે એ પહેલાં જ બંને શખસ ધોકા-લાકડી અને પાઇપ લઇને યુવક પર તૂટી પડે છે.

સીસીટીવીમાં જોવા મળે છે કે બંને શખસો યુવકને માર મારી રહ્યા છે ત્યારે કારની ડ્રાઇવર સીટમાં બેઠેલો શખસ દરવાજો ખોલીને બહાર આવે છે અને એ પણ ધોકા લઇને માર મારવા લાગે છે. આ દરમિયાન યુવક બચવા માટે એક શખસનો ધોકો હાથમાં પકડી લે છે. માથાભારે શખસ બીજો ધોકો લઇને ફરીથી આડેધડ મારવા લાગે છે. આ દરમિયા કેટલાક લોકો જોઇ રહે છે. એ બાદ વધુ લોકોનું ટોળુ ભેગું થઇ જાય છે અને યુવકને છોડાવે છે.

Advertisement

એ બાદ કારમાં આવેલા શખસો પોતાની કાર લઇને ફરાર થઇ જાય છે. આ અંગે પીડિત યુવક ગૌતમભાઈ વાળાએ લિલિયા પોલીસ સ્ટેશનમાં દેવકુ ભગુભાઈ વાળા, નાગરાજ રણજિતભાઈ વાળા અને લઘુવીર ગીડા નામના ત્રણ શખસ સામે ફરિયાદ નોંધાવી છે. એના ત્રણ-ચાર કલાક બાદ ગૌતમભાઈ સહકારી બેંકની નજીક આવેલા એક પાન પાર્લર પર ગયા હતા.ગૌતમભાઈ વાળાએ ફરિયાદમાં લખાવ્યા મુજબ તેઓ પાન પાર્લર પર ઊભા હતા એ દરમિયાન આ ત્રણેય શખસ કાર લઇને આવ્યા હતા અને તેઓ કંઇ સમજે એ પહેલાં ધોકા-લાકડી અને પાઇપો લઇને ઢોરમાર માર્યો હતો. લોકો ભેગા થઇ જતાં આ શખસો જાનથી મારી નાખવાની ધમકી આપીને જતા રહ્યા હતા. આ મારામારીમાં ગૌતમભાઈ વાળાને જમણા પગની ઢાંકણી, નળામાં અને ડાબા હાથમાં ફેક્ચર થયું છે. જ્યારે શરીરના અન્ય ભાગમાં મૂંઢમાર વાગ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement