For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમરેલીમાં બે વર્ષના બાળકને ફાડી ખાનાર દીપડો પાંજરે પુરાયો

11:58 AM Sep 03, 2024 IST | Bhumika
અમરેલીમાં બે વર્ષના બાળકને ફાડી ખાનાર દીપડો પાંજરે પુરાયો
Advertisement

બાળકને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલે ખસેડાયો પરંતુ સારવાર કારગત ન નીવડી

અમરેલી જિલ્લામાં સિંહોની સાથે હવે દીપડાઓની સંખ્યાઓ પણ દિનપ્રતિદિન રીતે વધી રહી છે જેના કારણે અવાર નવાર દીપડાઓ રહેણાંક વિસ્તાર અને વાડી સિમ વિસ્તારમાં ઘુસી હુમલાઓ કરી ફાડી ખાવાના અનેક કિસ્સાઓ બની ચુક્યા છે. ફરીવાર દીપડાની હુમલાની ઘટના સામે આવી છે.ધારી તાલુકામાં આવેલ ચલાલા નજીક આવેલ ગરમલી ગામના પાદરમા આવેલ જોરૂૂભાઈ વાળાની વાડીમાં રહેતા દાહોદ જિલ્લાના રણધીકપુર તાલુકાના આદિવાસી પરિવાર ખેત મજૂરી અર્થે વસવાટ કરતો હતો. રાત્રિના સમયે પિતા અને પુત્ર બહાર ફળિયામાં ઊંઘી રહ્યા હતા ત્યારે પિતા અંદર ઓરડીમાં રૂૂમની લાઈટ કરવા જતા દીપડો આવી ચડ્યો હતો અને બે વર્ષીય ચિરાગ ભાભોર પર હુમલો કરતા ચિરાગનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

Advertisement

મોડી રાતે ઘટના બાદ બાળકને ચલાલા હોસ્પિટલમાં ખસેડાયા બાદ પરિવારજનો ગ્રામજનો હોસ્પિટલમાં દોડતા સ્થાનિક ધારાસભ્ય જે.વી.કાકડીયાને જાણ થતા હોસ્પિટલમાં પોહચીયા હતા અને બાળકના પરિવારને સાંત્વના પાઠવી હતી અને વનવિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

વનવિભાગ દ્વારા ગણતરીના કલાકોમાં દીપડાને પાંજરે પૂર્યો રાત્રિના સમયે દીપડાએ હુમલો કર્યાની જાણ થતા જ ધારી ગીર પૂર્વ વનવિભાગની ટીમ દોડતી થઈ હતી અને આ વિસ્તારમાં અલગ અલગ ત્રણ સ્થળો પર પાંજરા મૂકી દીપડાને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી. જેમાં એક પાંજરામાં દીપડો કેદ થતા તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement