તુલસીશ્યામના જંગલમાં શિયાળને અજગર ગળી ગયો
જંગલ વિભાગ દ્વારા રેસ્કયૂ કરાયું
અમરેલી જિલ્લામાં ચોમાસામાં અજગર નીકળવાની ઘટનાઓ વધુ સામે આવી રહી છે જંગલ વિસ્તાર છોડી અજગરો રેવન્યુ વિસ્તાર અને ખેડૂતોના વિસ્તારમાં વધુ પડતા બહાર આવી રહ્યા છે તે જોખમી સાબિત થાય છે તુલસીશ્યામ ખાંભા રેન્જમાં પીપળવા રાઉન્ડના નાની ધારી ગામ નજીક આવેલ પ્રદીપભાઈ વાળાની વાડીમાં મહાકકાય અજગર આવતા શિયાળને દબોચી લીધા બાદ થોડીવાર શિયાળએ રાડા રાડ કરી અંતે અજગર આખું શિયાળ ગળી જતા જીવ છોડ્યો હતો.
સ્થાનિક ખેડૂત દ્વારા વનવિભાગને જાણ કરતા આરએફઓ રાજલ પાઠકની ટિમ દોડી રેસ્ક્યુ કરી અજગરને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવતા સ્થાનિક ખેડૂતોએ રાહત અનુભવી છે.ખાંભા સહીત જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સીમ વિસ્તારમાં અજગરોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે જેના કારણે ખેડૂતો મજૂરો વાડી વિસ્તારમાં કામ કરતા ભય અનુભવતા હોય છે વન્યપ્રાણી સિંહો દીપડા બાદ હવે ચોમાસાની ઋતુમાં અજગરો વધુ રેવન્યુ વિસ્તારમાં વસવાટ સાથે અવર જ્વર કરી રહ્યા છે જે ખેડૂતો માટે ચિંતા જનક બની શકે છે.