For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જાફરાબાદમાં ત્રણ માળના બિલ્ડિંગમાં ભભૂકેલી આગ, લાખો રૂપિયાનું નુકસાન

11:32 AM Sep 05, 2024 IST | admin
જાફરાબાદમાં ત્રણ માળના બિલ્ડિંગમાં ભભૂકેલી આગ  લાખો રૂપિયાનું નુકસાન

કાપડની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

Advertisement

અમરેલીના જાફરાબાદ શહેરમાં મોટા ઊચાણીયા વિસ્તારમાં એક ત્રણ માળના બિલ્ડિંગમાં આગ લાગી હતી. બિલ્ડિંગની નીચે કાપડ રેડીમેઈટની દુકાન હતી અને એક બીજી દુકાનમાં ફરસાણનું ગોડાઉન હતું. રાત્રીના સમયે કોઈ કારણોસર આગ લાગતા ભારે દોડધામ મચી હતી. જાફરાબાદ નગરપાલિકા પાસે ફાયર ફાઈટર ખરાબ હાલતમાં હોવાને કારણે ઉપયોગ કરી શકાય તેમ ન હતા, જેના કારણે આગ આખી બિલ્ડીંગમાં ફેલાઈ ગઈ હતી. બિલ્ડીંગમાં ભારે નુકસાન થયું છે. અહીં આગ વધુ વકરતા નજીકના નર્મદા સિમેન્ટ અને સીંટેક્ષ કંપનીના ફાયર ટીમો બોલાવી અને આગ ઉપર પાણીનો મારો ચલાવી કંટ્રોલ કરવામાં આવ્યો હતો.

આ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. મોટું બિલ્ડીંગ 3 માળનું હોવાને કારણે આકાશમાં મોટા ધુમાડા નીકળ્યા હતા અને આસપાસના લોકોમાં ભારે ભાગદોડ મચી હતી. આગના કારણે દુકાનોમાં રહેલ મોટાભાગનો સામાન સામગ્રી બળીને ખાખ થતા લાખો રૂૂપિયાનું નુકસાન જોવા મળી રહ્યું છે.

Advertisement

જાફરાબાદ નગરપાલિકા ચીફ ઓફિસર ભાવનાબેન ગૌસ્વામીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે, ફાયર ફાયટર 15 વર્ષ જૂના છે અને ક્રેક થયેલ છે અમે ઠરાવ કરી મૂકી દીધો છે. જાફરાબાદ વેપારી અગ્રણી જયેશભાઇ ઠાકરે જણાવ્યું કે, માત્ર ફાયર ફાયટર મશીનરી નથી એક ટુવિલનું ફાયર છે જે કેટલીક જગ્યા ઉપર જઈ શકતું નથી, અમે વાંરવાર નગરપાલિકામાં રજૂઆતો પણ કરી છે. ફાયર સુવિધા આપવા માટેની માંગણી વાંરવાર કરી રહ્યા છે આજે આગ લાગી આખું મકાન બળી ગયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement