ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બગસરાના હામાપુરમાં બાળકને સિંહણે ફાડી ખાધો

11:36 AM Nov 26, 2025 IST | Bhumika
Advertisement

સીમમાં પાણીની કુંડી પાસેથી 70 ફૂટ દૂર ઢસડી ગઈ

Advertisement

અમરેલી જિલ્લામાં સિંહણે બાળકને ફાડી ખાધાની ઘટના સામે આવી છે. બગસરાના હામાપૂર ગામમાં સિંહણ આવી પહોંચી હતી. અહિં પાણીની કુંડી પાસે રમતા બાળકને દબોચી લીધો હતો. જે બાદ તેને ફાડી ખાધો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ બગસરા તાલુકાના હામાપુર ગામ નજીક આ કરુણ ઘટના બની છે. રમેશ સોજીત્રાની વાડીમાં ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય મજૂર પરિવારના 5 વર્ષના બાળક કનક વિનોદભાઈ ડામોરનો સિંહણે શિકાર કર્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. બાળક વાડીમાં પાણીની કુંડી પાસે રમી રહ્યો હતો, ત્યારે એક સિંહણ ત્યાં આવી પહોંચી હતી. સિંહણે બાળકને દબોચી લીધો અને તેને આશરે 70થી 80 ફૂટ દૂર તુવેરના પાકમાં ઢસડી ગઈ હતી, જ્યાં તેણે બાળકનો શિકાર કર્યો હતો. જેથી બાળકનું મોત થયું છે. સ્થાનિક રમેશભાઈએ જણાવ્યું કે, અમારે ત્યા વાડીએથી બાળકને સિંહણ ઉપાડી ગઈ હતી.

બાળકના પેટનો ભાગ, એક હાથ તેમજ કાનના ભાગને ફાડી ખાધો હતો.ખેડૂતોએ આ ઘટનાની જાણ વનવિભાગને કરી હતી. જેથી માહિતી મળતા જ અમરેલી સામાજિક વનીકરણની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ટીમે સૌપ્રથમ ઘટનાસ્થળની આસપાસના વિસ્તારને કોર્ડન કર્યો હતો.

વનવિભાગ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બગસરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે એસીએફ રાજન જાદવે જણાવ્યું હતું કે, સિંહણને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. તેમજ પાંજરા ગોઠવીને સિંહણનું લોકેશન ટ્રેક કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

Tags :
amreliattackBAGASARAgujaratgujarat newsLioness attacknews
Advertisement
Next Article
Advertisement