વડિયામાંથી રેશનિંગના અનાજનો 824 કિલોગ્રામ જથ્થો ઝડપાયો
અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા વિસ્તાર એ ત્રણ જિલ્લા ની સરહદે આવેલુ હોવાથી હોવાથી અન્ય જિલ્લાની ગેરકાનૂની પ્રવૃત્તિની અસર વડિયા માં પણ થતી જોવા મળે છે. છેલ્લા ઘણા સમયથી સસ્તા અનાજના મફળ મળતા રેશનકાર્ડ નુ રાશન લોકો ફેરિયાઓને વેહચી તે જથ્થો અન્ય જિલ્લાઓમા સપ્લાય કરતા હોવાનુ જોવા મળી રહ્યું છે.વડિયા મામલતદાર દ્વારા આ બાબતે ભૂતકાળ માં પણ બિન અધિકૃત અનાજ ના જથ્થા ને પકડી કાર્યવાહી કરી હતી. બે દિવસ પેહલા બિન અધિકૃત અનાજ નો જથ્થો ઝડપ્યા બાદ ફરી બાતમી ના આધારે વડિયા ના પોલીસ ક્વાટર્સ પાછળ આવેલા સદગુરુ નગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં તપાસ કરતા બિન અધિકૃત ઘઉં નો 273. 9કિગ્રા,ચોખા - 400.05કિગ્રા અને ચણા - 150.950 કિગ્રા સહીત વજન કાટો અને માલવહક રીક્ષા મળી કુલ 82039/- રૂૂપિયા નો જથ્થો સીઝ કાર્યો હતો. વડિયાના ઇન્ચાર્જ મામલતદાર અને ઇન્ચાર્જ પુરવઠા મામલતદાર ની આ બિન અધિકૃત અનાજ બાબત ની કાર્યવાહી માં સતત પકડાતા બિન અધિકૃત અનાજ બાબતે લોક મુખે ચર્ચાતી વિગતો મુજબ આ રેકેટ સમગ્ર જિલ્લા માં ચાલે છે અને જો અનાજ ખરીદનારા ની સઘન પૂછપરછ કરવામાં આવે તો અનેક રેશનકાર્ડ ધારકો કે જે આ રાશન નો જથ્થો વેચે છે તેના નામ ખુલી શકે તેમ છે તો આવા અનેક રાશનકાર્ડ ધારકો સામે પણ કાર્યવાહી થઇ શકે તેમાં સામેલ સરકાર ને મફત રાશન લેનારા ઓના રાશનકાર્ડ બંધ થઇ શકે.