વડિયા-બગસરામાં અનરાધાર 5 ઇંચ વરસાદ
અમરેલીના વડિયા વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે છેલ્લા સોમવારના સાંજે પાંચ વાગ્યાં સુધીમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે વરસાદ પેહલા વાવણી કરેલા કપાસિયા અગાવના થોડા વરસાદ થી ઉગ્યા બાદ વરસાદના અભાવે હતા તે મુરજાતા પાક ને જીવત દાન મળતા ચાતક નજરે રાહ જોતા જગતાતમાં હરખની હેલી જોવા મળી છે. તો બીજી બાજુ વડિયા વિસ્તારના લોકોની જીવાદોરી સમાન ગણાતા સુરવો ડેમ પણ તળિયા ઝાટક હતો તેમાં પણ છ ફૂટ નવા નિરની આવક થઇ છે તો વડિયાની ભાગોળે આવેલા સાંકરોળી ડેમમાં દસ ફૂટ નવા નિરની આવક થતા સમગ્ર પંથકમાં અવિરત મેંઘ સવારી થી ખુશીનો માહોલ છવાયો છે અને લાપસીના આંધણ મુકાતા જોવા મળી રહ્યા છે.
બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તાર
બગસરા તાલુકાના હડાળા માવજીજવા બાલાપુર પીઠડીયા નવા- જુના વાઘણીયા ખારી ખીજડીયા ચારણ પીપળી નાના મુંજીયાસર મોટા મુંજીયાસર રફાળા આદપુર સહિત સમગ્ર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસાદી પાણી ખેતરોમાં ભરાયા ખેડૂતો દ્વારા વાવેતર કરેલ પાકને ફાયદાકારક સાબિત થશે હવામાન ખાતાએ આપેલ આગાહીના ભાગરૂૂપે બગસરા પંથકમાં પણ સવારથી ધીમીધારે વરસાદ બાદ ધોધમાર વરસાદ પડ્યો બગસરાથી હડાળા રોડ પર ભારે વરસાદના કારણે વાહન વ્યવહારને પણ અવરજવરમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યોહતો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.