રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સા.કુંડલા સ્વામિનારાયણ ગુરુકુળના નેત્રયજ્ઞનો 167 દર્દીઓએ લીધો લાભ

01:08 PM Sep 13, 2024 IST | admin
Advertisement

21 દર્દીઓને મોતિયાનાં ઓપરેશન તેમજ સારવાર અપાઇ

Advertisement

શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા મોતિયાના દર્દથી પીડાતા દર્દઓને ધ્યાનમાં રાખી તા- 06/09/2024 ના રોજ શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજીની પાવન સ્મૃતિમાં 331માં નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિરનગર હોસ્પિટલના સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા 167 જેટલા મોતિયાના દર્દીઓની તપાસ કરવામાં આવી, જેમાંથી કુલ 21 જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂર હોય એમને સંસ્થા દ્વારા વિનામૂલ્યે ઓપરેશન તેમજ સારવાર આપવામાં આવી હતી. અને જે દર્દીઓને ચશ્મા અને દવાઓની જરૂર હતી એમને સંસ્થા દ્વારા વિનામૂલ્યે ચશ્મા તેમજ દવાઓ પૂરી પાડવામાં આવી હતી. નેત્રકેમ્પના યજમાન પદે - અ.ની. ચંપાબેન હરીભાઈ મારુ -(અમેરિકા) રહ્યા હતા.

Tags :
amrelieyedonationgujaratgujarat newsnetrayagnaSavarkundlasavarkundlanews
Advertisement
Next Article
Advertisement