સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

અમરેલી જિલ્લામાં અનરાધાર બે કલાકમાં 3 ઇંચ વરસાદ

11:39 AM Jun 10, 2024 IST | admin
Advertisement

અમરેલી જિલ્લાના મોટાભાગમાં વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. જ્યારે ધોધમાર વરસાદના પગલે અનેક ગામડાઓના રસ્તાઓ પર પાણીની નદીઓ વહેવા લાગી હતી.

Advertisement

છેલ્લા 2 કલાકમાં વરસેલા વરસાદના આંકડા જોઈએ તો, અમરેલીના બાબરામાં 70 મિમી, છોટા ઉદેપુરના ક્વાંટમાં 42 મિમી, પંચમહાલના જાંબુઘોડામાં 22 મિમી, અમરેલીના લાઠી તાલુકામાં 18 મિમી, વડોદરા અને વલસાડના કપરાડા તાલુકામાં 15 મિમી વરસાદ વરસ્યો છે. વહેલી સવારે 6થી રાતના 8 વાગ્યા સુધીના 15 કલાકના ગાળામાં રાજ્યના 35 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સાંજે 6 થી 8ના બે કલાકના ગાળામાં અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં 70 મિમી એટલે કે પોણા 3 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટમાં પણ બે કલાકમાં પોણા 2 ઈંચ વરસાદ વરસ્યો છે. આજે રાજ્યના 5 તાલુકામાં 1 ઈંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 15 જૂને ગુજરાતમાં વિધિવત ચોમાસુ બેસી જવાનું અનુમાન છે. એવામાં આજે પણ રાજ્યના 35 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં સૌથી વધુ પોણા 3 ઈંચ વરસાદ ખાબક્યો છે.

Tags :
amreligujaratgujarat newsrainrain season
Advertisement
Next Article
Advertisement