For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કૌન બનેગા કરોડપતિના છેલ્લા એપિસોડમાં અમિતાભનો ભાવુક સંદેશ

02:23 PM Dec 30, 2023 IST | Bhumika
કૌન બનેગા કરોડપતિના છેલ્લા એપિસોડમાં અમિતાભનો ભાવુક સંદેશ

કૌન બનેગા કરોડપતિમાં આપનું સ્વાગત છે. આપણે આ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પાસેથી છેલ્લા ઘણા સમયથી આ ડાયલોગ સાંભળી રહ્યા છીએ, પરંતુ હવે આ ટ્રેન્ડ સમાપ્ત થવા જઈ રહ્યો છે. 23 વર્ષથી વધુ સમયથી સોની ટીવી પર ટેલિકાસ્ટ થઈ રહેલો દર્શકોનો આ પ્રિય શો સમાપ્ત થવા જઈ રહ્યો છે. મહાન એક્ટર અમિતાભ બચ્ચને પોતે શોના છેલ્લા એપિસોડમાં ભાવુક થઈને આ જાણકારી આપી હતી.
અમિતાભ બચ્ચન આ શો સાથે જોડાયેલા ફેમસ પર્સનાલિટી છે, જેમને કૌન બનેગા કરોડપતિ શો છેલ્લા ઘણા સમયથી દર્શકોના ફેવરિટ શો બનાવી રાખ્યો હતો,રસપ્રદ વાતો સામે શેર કરવાની હોય કે સ્પર્ધકો સાથે હસી-મજાક કરવાની, અમિતાભ બચ્ચનની સ્ટેજ પરની હાજરી શોની ટીઆરપીને ટોપ પર લઈ ગઈ. છેલ્લા 23 વર્ષમાં કુલ 15 સક્સેસફુલ સિઝનમાંથી એક સિઝન છોડીને તમામ સિઝન અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી. 29મી ડિસેમ્બર કૌન બનેગા કરોડપતિની 15મી સીઝનનો છેલ્લો એપિસોડ ટેલિકાસ્ટ થયો જેના પ્રોમોમાં અમિતાભ બચ્ચન આંસુ ભરેલી આંખો સાથે ભાવનાત્મક સંદેશ આપતા જોવા મળે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement