રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંક
Advertisement

અમિત શાહ બોલું છું, ટિકિટ જોઇતી હોય તો પૈસા મોકલો: ચીટરો મેદાનમાં

06:54 PM Feb 16, 2024 IST | Bhumika
Advertisement

લોકસભાની ચૂંટણી નજીક છે. પાર્ટીઓ પાસેથી ટિકિટ માંગનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. જેમાં ભારતીય જનતા પાર્ટી પાસે ટિકિટ માંગનારા લોકો મોટી સંખ્યામાં છે. ઉમેદવારોએ પણ ભાજપના ટોચના નેતાઓના ચક્કર લગાવવાનું શરૂૂ કરી દીધું છે. ભલામણોનો રાઉન્ડ પણ શરૂૂ થઈ ગયો છે. દરમિયાન ચીટરો પણ સક્રિય બન્યા છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના બરેલીમાંથી સામે આવ્યો છે.

Advertisement

અહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોવાનો ઢોંગ કરતા એક ઠગે પૂર્વ ધારાસભ્યને ફોન કર્યો હતો. તેણે ફોન પર કહ્યું કે જો તમારે લોકસભાની ચૂંટણી માટે ટિકિટ જોઈતી હોય તો પૈસા મોકલો. પૂર્વ ધારાસભ્ય થોડા ચાલક નીકળ્યા, અને તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ શરૂ કરી હતી. આ કેસમાં પોલીસે હાલ એક વ્યક્તિની અટકાયત કરી છે.

આ મામલે અધિક પોલીસ અધિક્ષક મુકેશ ચંદ્ર મિશ્રાએ કહ્યું કે બરેલીના નવાબગંજ પોલીસ સ્ટેશનમાં ઈન્સ્પેક્ટર વિનોદ કુમાર વતી કેસ નોંધવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તરીકે ફોન કરી એક ગેંગના સભ્યો ટિકિટ અપાવવાના નામે રાજકારણીઓને ફોન પર છેતરે છે.

તેમણે કહ્યું કે તપાસમાં જાણવા મળ્યું છે કે નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ગ્રુપા ગામના રહેવાસી રવિન્દ્ર મૌર્યએ પૂર્વ ધારાસભ્ય કિશન લાલ રાજપૂત સાથે 4 જાન્યુઆરી અને 20 જાન્યુઆરી 2024ના રોજ ફોન પર નવ વખત વાત કરી હતી.

આરોપીએ કહ્યું, તેણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બની ને તેની સાથે વાત કરી અને પૂર્વ ધારાસભ્યને ટિકિટની લાલચ આપીને પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો. ટ્રુ કોલર એપ પર નંબર ચેક કરતાં કેન્દ્ર સરકારના કેન્દ્રીય ગૃહમંત્રીના નામનું ઈંઉ દેખાતું હતું.મિશ્રા કહે છે કે જ્યારે રવીન્દ્ર મૌર્યને ખબર પડી કે પોલીસ તપાસ કરી રહી છે ત્યારે તેણે સિમ તોડી નાખ્યું. જે નંબર પરથી પૂર્વ ધારાસભ્યને કોલ કરવામાં આવ્યો હતો તે રવીન્દ્રના ગામના હરીશ નામના વ્યક્તિના આઈડી પર રજીસ્ટર છે.

આ મામલામાં હરીશને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.પૂછપરછ દરમિયાન તેણે પોલીસને જણાવ્યું કે તેણે આ સિમ 29 ડિસેમ્બર 2023ના રોજ તેના આઈડી પરથી ખરીદ્યું હતું. થોડા સમય પછી, ગામના રવિન્દ્ર મૌર્ય અને શાહિદે તેને ધમકી આપી અને સિમ છીનવી લીધું. મિશ્રાએ કહ્યું કે પોલીસ રવિન્દ્ર અને શાહિદને શોધી રહી છે. તેમણે કહ્યું કે જો કોઈને આવા કપટપૂર્ણ કોલ આવે તો તેણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ.

Tags :
amit shahindiaindia news
Advertisement
Next Article
Advertisement