For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમેરિકાએ સુપર ઓવરમાં પાક.ને હરાવી અપસેટ સર્જયો

12:14 PM Jun 07, 2024 IST | Bhumika
અમેરિકાએ સુપર ઓવરમાં પાક ને હરાવી અપસેટ સર્જયો
Advertisement

ICC T20 વર્લ્ડ કપ 2024ની 11મી મેચ અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે ડલાસના ગ્રાન્ડ પ્રેરી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં અમેરિકાએ પાકિસ્તાનને સુપર ઓવરમાં હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. સ્કોરનો પીછો કરવા ઉતરેલી અમેરિકન ટીમ પણ 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 159 રન બનાવી શકી હતી. સુપર ઓવરમાં અમેરિકા તરફથી એરોન જોન્સ અને હરમીત સિંહ બેટિંગ કરવા આવ્યા હતા. બંનેએ 18 રન બનાવ્યા અને પાકિસ્તાનને 19 રનનો ટાર્ગેટ આપ્યો. આ પછી 19 રનનો ટાર્ગેટ હાંસલ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 6 બોલમાં 13 રન જ બનાવી શકી હતી. સુપર ઓવરમાં પાકિસ્તાન તરફથી ઈફ્તિખાર અહેમદ અને ફખર ઝમાન બેટિંગ કરવા આવ્યા હતા, જ્યારે અમેરિકા તરફથી સૌરભ નેત્રાવલકરે બોલિંગ કરી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement