For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચાબહાર પોર્ટ મામલે અમેરિકા ભારતનું કશું બગાડી શકે તેમ નથી

01:08 PM May 16, 2024 IST | Bhumika
ચાબહાર પોર્ટ મામલે અમેરિકા ભારતનું કશું બગાડી શકે તેમ નથી
Advertisement

ભારતને ઈરાનના ચાબહાર પોર્ટના સંચાલન માટે 10 વર્ષનો કરાર કર્યો એ સાથે જ અમેરિકા બગડ્યું છે. ભારત સરકારના ઈન્ડિયન પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ અને ઈરાનના પોર્ટ એન્ડ મેરીટાઇમ ઓર્ગેનાઈઝેશન વચ્ચે થયેલા કરાર પ્રમાણે ભારત ચાબહાર બંદરના શાહિદ બેહેશ્તી ટર્મિનલને 10 વર્ષ માટે ઓપરેટ કરશે. આ કરાર હેઠળ ભારતીય કંપની ઇન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ (ઈંઙૠક) ચાબહાર પોર્ટમાં 12 કરોડ ડોલરનું રોકાણ કરશે. આ વાતથી અમેરિકાને બરાબરનાં મરચાં લાગ્યાં છે અને અમેરિકાએ ઈરાન સાથે આર્થિક સંબંધો મજબૂત કરવા બદલ ભારત પર નિયંત્રણો લાદવાની ધમકી આપી દીધી છે. સામે ભારતે પણ આ ધમકીને નહીં ગણકારવાનો સ્પષ્ટ સંકેત આપી જ દીધો છે. અમેરિકાએ જે તોડવું હોય એ તોડી લે, અમે ઈરાન સાથેના સંબંધોમાં આગળ વધીશું જ એવું ભારતે અમેરિકાને સાફ શબ્દોમાં કહી દીધું છે. આ સંજોગોમાં હવે શું કરવું એ અમેરિકાએ નક્કી કરવાનું છે.

Advertisement

ભારતનું વલણ યોગ્ય છે કેમ કે અમેરિકા પોતાનાં હિતો સાચવવા માટે લુખ્ખી દાદાગીરી કરી રહ્યું છે. ઈરાન પરમાણુ શો વિકસાવી રહ્યું છે એ બહાને અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધો લાદી દીધા છે અને બધા આર્થિક વ્યવહારો બંધ કરી દીધા છે. અમેરિકા બીજા દેશો પણ એ રીતે વર્તે એવું ઈચ્છે છે પણ એ શક્ય નથી કેમ કે અમેરિકાની જેમ બીજા દેશોને પણ પોતાનાં હિતો સાચવવાનો અધિકાર છે જ. આ રીતે ચાબહાર પોર્ટ સાથે ભારતનાં વ્યાપક હિતો જોડાયેલાં છે ને અમેરિકાના કારણે ભારત તેમની અવગણના ના કરી શકે. આ પહેલાં અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધોના નામે તેની પાસેથી ક્રૂડની ખરીદી બંધ કરાવીને આપણને મોટો ફટકો માર્યો જ છે. ઈરાન ભારતનો બીજા નંબરનો સૌથી મોટો ક્રૂડ સપ્લાયર હતો અને ભારત ઈરાન પાસેથી દરરોજ 4.25 લાખ બેરલ ક્રૂડ ઓઈલ લેતું હતું.

ભારત તેની ક્રૂડ જરૂૂરિયાતના 25 ટકા ક્રૂડ ઈરાન પાસેથી ખરીદતું અને વરસે 1200 કરોડ ડોલરનો ક્રૂડ ઓઈલનો કારોબાર હતો. ઈરાન આપણને સસ્તું પેટ્રોલ આપતું ને ઉધાર આપતું. ડોલરના બદલે ભારતીય ચલણ પણ એ સ્વીકારતું. આ સિવાય બીજી ચીજો પણ ભારત પાસેથી લેતું તેથી આપણી નિકાસ વધતી. અમેરિકાએ એ બંધ કરાવીને આપણને નુકસાન કર્યું જ છે ને હવે વધારે નુકસાન સહન ના કરી શકાય. એ તો સારૂં થયું કે આપણને રશિયા પાસેથી ઓછા ભાવમાં ઉદાર શરતોએ ક્રુડ મળતું રહ્યું છે

Advertisement
Tags :
Advertisement
Advertisement