For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોલરોની કમાલ, દ.આફ્રિકાનો બાંગ્લાદેશ સામે રોમાંચક વિજય

12:18 PM Jun 11, 2024 IST | Bhumika
બોલરોની કમાલ  દ આફ્રિકાનો બાંગ્લાદેશ સામે રોમાંચક વિજય
Advertisement

દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશને 4 રને હરાવ્યું છે. દક્ષિણ આફ્રિકાએ છેલ્લી 5 ઓવરમાં ખૂબ જ ચુસ્ત બોલિંગ કરી હતી, જેમાં તેણે માત્ર 30 રન આપ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 113 રન બનાવ્યા હતા. આફ્રિકન ટીમ માટે હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલરે 79 રનની ભાગીદારી કરી હતી. ક્લાસને 46 રન અને મિલરે 29 રન બનાવી પોતાની ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.

બાંગ્લાદેશ જ્યારે લક્ષ્યનો પીછો કરવા ઉતર્યો ત્યારે ટીમની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જો તાહિદ હ્રદય અને મહમુદુલ્લાહ વચ્ચે 44 રનની મહત્વની ભાગીદારી થઈ હતી. બાંગ્લાદેશ તરફથી હૃદયે સૌથી વધુ રન બનાવ્યા, તેણે 34 બોલમાં 37 રન બનાવ્યા. પરંતુ છેલ્લી ઓવરોમાં સાઉથ આફ્રિકાની ચુસ્ત બોલિંગે 4 રનથી તેમનો વિજય સુનિશ્ચિત કર્યો હતો.

Advertisement

બાંગ્લાદેશને 114 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ બીજી જ ઓવરમાં ટીમને પહેલો ફટકો તંજીદ હસનના રૂૂપમાં લાગ્યો હતો, જેણે 9 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી ચુસ્ત બોલિંગ હતી, જેના કારણે બાંગ્લાદેશ પાવરપ્લે ઓવરમાં માત્ર 29 રન બનાવી શક્યું હતું. પરંતુ લિટન દાસ પણ 7મી ઓવરના પહેલા જ બોલ પર 9 રન બનાવીને આઉટ થયો હતો. રનની ઝડપ ઘણી ધીમી થઈ ગઈ હતી. શાકિબ હસને 3 રન અને કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ 14 રન બનાવ્યા હતા. આ રીતે ટીમે 50 રનની અંદર 4 વિકેટ ગુમાવી દીધી હતી.

બાંગ્લાદેશે 10 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 50 રન બનાવ્યા હતા. તાહિદ હૃદય અને મહમુદુલ્લાહ વચ્ચે સારી ભાગીદારી હતી અને તેઓએ મળીને 15 ઓવરમાં ટીમનો સ્કોર 83 રન સુધી પહોંચાડ્યો હતો. આ દરમિયાન, 17મી ઓવરમાં મહમુદુલ્લાહ સામે કઇઠની અપીલ કરવામાં આવી હતી, પરંતુ ઉછજ પછી તેને નોટઆઉટ જાહેર કરવામાં આવ્યો હતો. મેચ મોટાભાગે બાંગ્લાદેશના નિયંત્રણમાં હતી, પરંતુ 18મી ઓવરમાં રબાડાએ હૃદયની વિકેટ લીધી અને તેમને 37ના સ્કોર પર પેવેલિયન મોકલી દીધો. સ્થિતિ એવી હતી કે છેલ્લી 2 ઓવરમાં બાંગ્લાદેશને જીતવા માટે 18 રનની જરૂર હતી.

બાંગ્લાદેશને છેલ્લી ઓવરમાં સ્કોરબોર્ડ પર 11 રન લગાવવાના હતા, પરંતુ ઝાકિર અલીના આઉટ થવાને કારણે મેચની સ્થિતિ બદલાઈ હતી અને મહમુદુલ્લા નોન-સ્ટ્રાઈકિંગ એન્ડ પર હતો. છેલ્લી ઓવરના 5મા બોલ પર મહમુદુલ્લાહ આઉટ થયો ત્યારે દક્ષિણ આફ્રિકાની જીત લગભગ નિશ્ચિત હતી. છેલ્લા બોલ પર કોઈ હીટ ન આવી જેના કારણે દક્ષિણ આફ્રિકાએ 4 રનથી મેચ જીતી લીધી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement