For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

'હર હર મહાદેવ'ના નાદ સાથે અમરનાથ યાત્રા શરુ, બાબા બર્ફાનીના દર્શન માટે શ્રદ્ધાળુઓ રવાના

10:40 AM Jun 29, 2024 IST | Bhumika
 હર હર મહાદેવ ના નાદ સાથે અમરનાથ યાત્રા શરુ  બાબા બર્ફાનીના દર્શન માટે શ્રદ્ધાળુઓ રવાના
Advertisement

'બમ બમ ભોલે', 'જય બાબા બરફાની' અને 'હર હર મહાદેવ'ના નાદ સાથે અમરનાથ યાત્રાની શરુઆત થઈ ગઈ છે. જેમાં પહેલગામ અને બાલતાલ રૂટથી કડક સુરક્ષા વચ્ચે પવિત્ર બાબા બર્ફાનીના દર્શન કરવા માટે પહેલો જથ્થો રવાના થઈ ગઈ છે. કુલ 4,603 શ્રદ્ધાળુઓ આજે શિવલિંગના દર્શન માટે યાત્રા કરશે. ઉલ્લેખનીય છે કે આ યાત્રા 52 દિવસ ચાલશે અને 19મી ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમાના દિવસે પૂર્ણ થશે.

યાત્રા જે વિસ્તારમાંથી પસાર થવાની છે ત્યાં કડક સુરક્ષા રાખવામાં આવી છે. અને જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. યત્રા શરુ થાય તે પહેલા જ જવાનો દ્વારા મોક ડ્રિલ પણ કરવામાં આવી હતી. ગયા વર્ષે 4.5 લાખ યાત્રાળુઓએ અમરનાથ યાત્રામાં ભાગ લીધો હતો. ત્યારે આ વર્ષે સંખ્યા વધવાની શક્યતાઓ છે.

Advertisement

જમ્મુ કાશ્મીરના બે સૌથી સીનિયર આઇએએસ અધિકારીને સુરક્ષા વ્યવસ્થા માટે નોડલ ઓફિસર તરીકે નિમવવામાં આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement