For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમુક ચહેરા ચૂંટણી હાર્યા છતાં મંત્રીમંડળમાં સ્થાન, જીતેલા અનેક દિગજ્જો કપાયા

11:26 AM Jun 11, 2024 IST | Bhumika
અમુક ચહેરા ચૂંટણી હાર્યા છતાં મંત્રીમંડળમાં સ્થાન  જીતેલા અનેક દિગજ્જો કપાયા
Advertisement

મોદી સરકાર 3.0માં અનેક આશ્ચર્યો, અનુરાગ ઠાકુર, રાજીવપ્રતાપ રૂડી, રૂપાલા, રવિશંકર પ્રસાદ સહિતના મોટા ચહેરા બહાર

લોકસભા ચૂંટણીમાં એનડીએની બહુમતી બાદ નરેન્દ્ર મોદીએ રવિવારે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમની સાથે 30 કેબિનેટ મંત્રીઓએ શપથ લીધા છે. તેમના સિવાય મોદી સરકાર 3.0માં 36 રાજ્ય મંત્રી અને પાંચ મંત્રીઓ (સ્વતંત્ર હવાલો) છે. હંમેશની જેમ આ વખતે પણ વડાપ્રધાન મોદીએ આશ્ચર્ય સર્જાયુ છે. વાસ્તવમાં પોતાની સીટ પરથી ચૂંટણી હારી ગયેલા નેતાને પણ પીએમ મોદીની કેબિનેટમાં જગ્યા મળી છે. હમીરપુરથી મોટી જીત નોંધાવનાર અને મોદી સરકાર 2.0માં મંત્રી રહેલા અનુરાગ ઠાકુરને પણ બહાર રાખવામાં આવ્યા છે.

Advertisement

અનુરાગ ઠાકુર મોદી સરકાર 2.0નો મોટો ચહેરો હતો. તેમની પાસે રમત મંત્રાલય અને માહિતી પ્રસારણ મંત્રાલયની જવાબદારી હતી. 2019માં તેમણે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. 2021 માં, તેમને બઢતી આપવામાં આવી અને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા. તેમને માહિતી પ્રસારણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. અહેવાલ અનુસાર ભાજપના સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે જેપી નડ્ડાને કેબિનેટમાં લાવવા માટે અનુરાગ ઠાકુરને બહાર રાખવામાં આવ્યા છે. જે પી નડ્ડા પણ હિમાચલ પ્રદેશના ક્વોટામાંથી મંત્રી બન્યા છે. આવી સ્થિતિમાં હિમાચલમાંથી બે કેબિનેટ મંત્રી મળવા મુશ્કેલ હતા.

પંજાબની લુધિયાણા સીટથી બે વખત સાંસદ રહી ચૂકેલા રવનીત બિટ્ટુએ પણ આ વખતે મંત્રી પદના શપથ લીધા છે.તેઓ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. તેમને લુધિયાણા સીટ પર અમરિંદર રાજા વાડિંગ પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે તેમણે છ મહિનામાં રાજ્યસભા કે લોકસભામાં જવું પડશે. બિટ્ટુ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બિઅંત સિંહનો પૌત્ર છે. 1999માં ખાલિસ્તાની હુમલામાં બિઅંત સિંહની હત્યા કરવામાં આવી હતી.

જ્યોર્જ કુરિયને પણ મંત્રી પદના શપથ લીધા છે. તેઓ કેરળમાં ભાજપના મહાસચિવ છે. તે કોઈ પણ સદનમાં નથી. વ્યવસાયે વકીલ કુરિયન લગભગ ત્રણ દાયકાથી ભાજપમાં છે. તેઓ પાર્ટીના લઘુમતી સેલમાં ઘણા હોદ્દા પર રહ્યા છે. આ સૂચવે છે કે ભાજપ હવે દક્ષિણમાં પોતાનો જનમત વધારવા અને ખ્રિસ્તીઓમાં પોતાની પકડ મજબૂત કરવા માંગે છે. લગભગ બે દાયકાથી સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે પણ આ વખતે શપથ લીધા નથી. આ વખતે પણ તેઓ બિહારની પટના સાહિબ બેઠક પરથી જીત્યા છે.

આ સિવાય પાંચ વખતના સાંસદ રાજીવ પ્રતાપ રૂૂડીને પણ મંત્રી પદ મળ્યું નથી. તેઓ ત્રીજી વખત સારણ બેઠક પરથી ચૂંટાયા છે. બિહારના આઠ મંત્રીઓ મોદી કેબિનેટમાં સામેલ થયા છે. પરંતુ અટલ સરકારથી લઈને નરેન્દ્ર મોદી સરકાર સુધીની દરેક બાબતમાં સામેલ બે નામોને સ્થાન આપવામાં આવ્યું નથી.

એલ મુરુગન મોદી સરકાર 2.0 ના એકમાત્ર એવા મંત્રી છે જેમને આ વખતે ચૂંટણી હાર્યા છતાં મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. જ્યારે સ્મૃતિ ઈરાની અને રાજીવ ચંદ્રશેખરને ચૂંટણી હાર્યા બાદ કેબિનેટમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા. તમિલનાડુના ભૂતપૂર્વ બીજેપી ચીફ અન્નામલાઈ ચૂંટણી હાર્યા છતાં કેન્દ્ર સરકારમાં છે. ભાજપના વરિષ્ઠ નેતા પુરષોત્તમ રૂૂપાલા નરેન્દ્ર મોદીના બંને કાર્યકાળમાં મંત્રી હતા પરંતુ આ વખતે તેમને સ્થાન આપવામાં આવ્યું નથી. તેમણે ગુજરાતની રાજકોટ બેઠક પરથી પણ મોટી જીત નોંધાવી છે.

મોદી સરકારમાં મંત્રી રહેલા નારાયણ રાણે પણ ચૂંટણી જીત્યા હતા પરંતુ તેઓ મોદી સરકારમાં મંત્રી નથી. નારાયણ રાણે 2019માં ભાજપમાં જોડાયા હતા. તેઓ મોદી સરકાર 2.0માં મંત્રી હતા. આ વખતે રાણે રત્નાગીરી-સિંધુદુર્ગ સીટ પરથી જીત્યા છે.

મોદી સરકારમાં અનેક પ્રધાનોની હેટ્રિક
નરેન્દ્ર મોદી દેશના બીજા એવા પ્રધાનમંત્રી છે જેમણે સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી પદના શપથ લીધા છે. ગઈ કાલે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સહિત દેશના અનેક રાજનેતાઓ, અભિનેતા, અને પ્રતિષ્ઠિત લોકોની હાજરીમાં પોતાની ત્રીજી ટર્મમાં પ્રધાનમંત્રી પદના શપથ લીધા. એવા કેટલાક નેતાઓ વિશે પણ જાણીએ જેમણે મોદી કેબિનેટમાં હેટ્રિક લગાવી છે.

તેમાં ગિરિરાજ સિંહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, જિતેન્દ્ર સિંહ, રાવ ઈન્દ્રજીત સિંહ, કિરણ રિજિજૂ, સર્બાનંદ સોનોવાલ, નિર્મલા સીતારમણ, ગજેન્દ્ર સિંહ શેખાવત, અર્જૂન રામ મેઘવાલ, અનુપ્રિયા પટેલ, હરદીપ સિંહ પુરી, ધર્મેન્દ્ર પ્રધાન, મનસુખ માંડવિયા અને શ્રીપદ નાઈકનો સમાવેશ થાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement