For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામ કંડોરણા તાલુકામાં આંગણવાડી તેડાગરની ભરતીમાં ગેરરીતિના આક્ષેપો

12:00 PM Dec 27, 2023 IST | Sejal barot
જામ કંડોરણા તાલુકામાં આંગણવાડી તેડાગરની ભરતીમાં ગેરરીતિના આક્ષેપો

રાજકોટ જીલ્લાના જામકંડોરણા તાલુકાના સાજડીયાળી ગામની આંગણવાડી સાજડીયાળી -1 માં 1 આંગણવાડી કાર્યકર, તથા 1 આંગણવાડી તેડાગરની જગ્યા ખાલી હતી. જેમાં સાજડીયાળી ગામે કાર્યકર તરીકે પ્રતિક્ષાબેન ભાવેશભાઈ કોટડીયા ઓનલાઈન અરજી નં.20236625025319 તથા ભાવિશાબેન મુકેશભાઈ બગડા એ ઓનલાઈન અરજી નં. 202366250079288 ફોર્મની અરજી કરેલ. તથા આંગણવાડી તેડાગર તરીકે હર્ષાબેન પરબતભાઈ ખટાણાએ ઓનલાઈન અરજી નં.20236625054967 તથા જાગૃતિબેન અરજણભાઈ મકવાણાએ અરજી નં.20236625078593 ફોર્મની અરજી ભરેલ. જેનું મેરિટ લીસ્ટ તા. 18/12/2023 ના રોજ બાળવિકાસ અધિકારી જામકંડોરણાએ બહાર પાડ્યુ હતું. જેમાં અરજદારનો અરજી અમુક કારણોસર રદ કરી મેરિટ લીસ્ટમાં જાહેર કરેલ નહિ. સ્વ ઘોષણા નો નમુનો અને આધાર કાર્ડ/ઓળખાણનો પુરાવો/ડોક્યુમેન્ટ વ્યવસ્થિત સુવાચ્ય અપલોડ કરેલ નથી.
જન્મ તારીખનો દાખલો, શાળા છોડયાનું પ્રમાણપત્ર અથવા ધોરણ-10નું ક્રેડીટ સર્ટીફીકેટ ડોક્યુમેન્ટ વ્યવસ્થિત સુવાચ્ય અપલોડ કરેલ નથી. સ્નાતકના ઓરીજનલ ડોક્યુમેન્ટ અપલોડ કરેલ નથી. તથા સ્નાતક અરજીમાં માર્કસ અથવા કુલ ગુણ ખોટા દર્શાવેલા છે. ધોરણ-12 પાસ ડોક્યુમેન્ટ વ્યવસ્થિત સુવાચ્ય અપલોડ કરેલ નથી. આ તમામ ડોક્યુમેન્ટએ સુવાચ્ય વ્યવસ્થિત અને માર્કસ સાચાં દર્શાવેલ હતાં છતા પણ મેરિટ લીસ્ટમાં નામ જાહેર કરેલ નથી.
મહિલા અને બાળ વિકાસ વિભાગના તા.25/11/2019 તથા તા.27/11/2019 તથા તા. 12/10/2020 તથા તા. 17/11/2021 ના સરકારશ્રીના આંગણવાડી કાર્યકર/તેડાગરની પસંદગી માટેના ધોરણો માનદ સેવા સમીક્ષા શિસ્ત ભાબતોના નિયમો મુજબની પ્રતિક્ષા યાદી બહાર પાડેલ નથી. અમો અરજદારના જે કારણો ઉપર મુજબ દર્શાવેલ છે તે કારણો ભાવિશાબેન મુકેશભાઈ બગડાને લેવા માટે કરવામાં આવેલ છે. અમોને જાણમાં છે ત્યાં સુધી જામકંડોરણા તાલુકામાં રાજકીય પદાવિકારીના નજીકના પોતાની કાસ્ટના લોકોની ભરતી કરવામાં આવેલ છે. જે મેરિટ લીસ્ટ જોતાં સ્પષ્ટ સાબિત થાય છે. જો અમારું નામ મેરિટ લીસ્ટમાં દાખલ કરવામાં આવે તો અમારા ગુણાંકની ટકાવારી પ્રોરેટાબેસીસ ગુણ પ્રમાણે વધારે આવે એમ છે આથી ઈરાદાપુર્વક ન રહે બાંસ ન રહેંગી બાસુંરી તે કહેવત મુજબ અમારું નામ દાખલ કરવામાં આવેલ નથી ઈરાદાપુર્વક હરીફ ઉમેદવાર ન થાય તે માટે અમારું નામ મેરિટ લીસ્ટમાં દાખલ કરેલ નથી. આમ ઓનલાઈન ભરતી પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતી થયેલ છે. મેરિટ લીસ્ટ બનાવવામાં કાનુની પ્રોસિજરની તથા સરકારના ઠરાવનું પાલન થયેલ નથી. જેથી આ તમામ મેરિટ લીસ્ટનો પુન:સમીક્ષા અથવા રદ કરવી જરૂૂરી છે. જો તેમ ન થાય તો ઘણી અમારા જેવી મહિલાઓને અન્યાય થાય તેમ છે. માનનીય વડાપ્રધાનશ્રીના મહિલા ઉત્કર્ષની યોજનાઓ અને આત્મ નિર્ભર થવા અંગેના સપનાઓ આવી ભરતીમાં ગેરરીતી થવાના કારણે પુરા થઈ શકે તેમ નથી. જેથી ઉપરોક્ત કારણોસર નામ મેરિટ લીસ્ટમાં દાખલ કરવા માંગ કરાઈ છે.

Advertisement

ગુજરાત મિરર દૈનિકના અહેવાલથી ગેરરીતિ આવી બહાર

ઉપરોક્ત ફરિયાદ જામકંડોરણા તાલુકાના સાજળયાણી ગામ ના મહિલા અરજદારે મુખ્યમંત્રી, તેમજ સ્થાનિક ધારાસભ્ય જયેશ ભાઈ ને તેમજ નિયામક, ને લેખિત રજૂઆત કરી છે હવે એ જોવાનું રહ્યું કે ઘી ઠામ મા ઘી પડી જશે કે નિયમો પ્રમાણે તપાસ હાથ ધરી ને મહિલા અરજદાર ને ન્યાય મળશે.? આ વિસ્તાર ના લોકો ને ધારાસભ્ય પર પૂરે પૂરો વિશ્વાસ હોવાથી તેને નકલ રવાના કરીને જાણ કરી છે. આઇ.સી.ડી.એસ ના ભ્રષ્ટ પ્રવૃતિ ના અહેવાલો ગુજરાત મીરર મા વાચી ને મહિલા અરજદારે પત્રકાર પાસે મદદ ની ગુહાર લગાવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement