For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગર યાર્ડની ચૂંટણીમાં ભાજપના વેપારી વિભાગના ચારેય ઉમેદવારો બિનહરીફ

12:48 PM Jan 08, 2024 IST | Bhumika
ભાવનગર યાર્ડની ચૂંટણીમાં ભાજપના વેપારી વિભાગના ચારેય ઉમેદવારો બિનહરીફ

પ્રથમ વખત ભાજપે નામ જોગ યાર્ડની ચૂંટણીમાં ઝંપલાવ્યું

Advertisement

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ઘોઘા/ભાવનગર માર્કેટિંગ યાર્ડની આગામી ચુંટણી યોજાવાની છે, ત્યારે આજ રોજ વેપારી વિભાગમાંથી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ચારે ચાર બેઠક બિનહરીફ જાહેર થઈ હતી. આજ સુધીમાં પ્રથમ વાર ભાજપે નામ જોગ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં જંપલાવ્યું છે ત્યારે પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ, ભાવનગર શહેર અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ તેમજ શહેર ભાજપ ઉપાધ્યક્ષ તેમજ, માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ, આ ત્રિપુટીની કુનેહથી શહેરી વિભાગના ચારે ચાર ઉમેદવારોશ્રીઓ પિયુષભાઈ પ્રદીપકુમાર શાહ, નિલેશભાઈ નવલચંદભાઈ શાહ, ખમલ મુકેશભાઈ વાલજીભાઈ, શાહ અર્પિતભાઈ જશવંતરાય બિનહરીફ થઈને ઉમેદવારમાંથી ડાયરેક્ટર બન્યા હતા. ચારેય ડાયરેક્ટરોને શહેર અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ તથા શહેર અને જિલ્લા સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં પ્રદેશ ભાજપ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલે ચારેય ડાયરેકટરોને ફુલહાર અને ખેસ પહેરાવી સન્માનિત કરીને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement