For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધાનપુર પંથકનો દારૂનો આરોપી કાલાવડમાંથી ઝડપાયો

12:03 PM Dec 29, 2023 IST | Bhumika
ધાનપુર પંથકનો દારૂનો આરોપી કાલાવડમાંથી ઝડપાયો

દાહોદ જિલ્લાના ધાનપુર પંથકનો નામીચો દારૂનો આરોપી કાલાવડમાં આવ્યો હોવાની બાતમીનાં આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. કાલાવડના ઇન્ચાર્જ પી આઈ જે એસ ગોવાણી અને પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે બતમી મળી હતી કે દાહોદના ધાનપુર પંથકનો નામચીન બુટલેગર કાલાવડ બસ સ્ટેન્ડમાં આવ્યો છે. આથી પોલીસે વોચ ગોઠવીને દિનેશ મગનભાઈ માવી (રે.ધાનપુર)ને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે દાહોદ જિલ્લામાં દારૂબંધી નિયમ ભંગના પાંચ જેટલા કેસ અગાઉ નોંધાઈ ચૂક્યા છે.

Advertisement

મોટા વડાળા ગામેથી બાઇકની ઉઠાંતરી

જામનગર જિલ્લા ના કાલાવડ તાલુકાના મોટા વાડાળાં ગામમાંથી એક બાઇક.ની ચોરી થવા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામના પરસોતમભાઈ મનજીભાઈ મેનપરા એ ગત તારીખ 22 ડિસેમ્બરના સાંજે પોતાનું રૂ. 15000ની કિંમતનું જી.જે.10. - આર - 4925 નંબરનું બાઈક પોતાના ઘર પાસે પાર્ક કર્યું હતું. ત્યાંથી.કોઈ ઉઠાંતરી કરી લઈ ગયા હતા.જે.અંગે આજે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement