For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અલનીનોની અસર સમાપ્ત, 19 જૂને ગુજરાતમાં ચોમાસું દેશે દસ્તક

11:07 AM May 16, 2024 IST | Bhumika
અલનીનોની અસર સમાપ્ત  19 જૂને ગુજરાતમાં ચોમાસું દેશે દસ્તક

કેરળમાં એક દિવસ વહેલા 31 મેએ પ્રવેશ કરશે, 15 જુલાઇ સુધીમાં દેશભરમાં સાર્વત્રિક વરસાદ: હવામાન ખાતાની ખુશ્નુમા આગાહી

Advertisement

ભારતમાં નૈઋુત્વના ચોમાસાને લઇને હવામાન વિભાગે સારી આગાહી કરી છે. દક્ષિણ- પશ્ચિમ ચોમાસુ આ વર્ષે તા.1 જુનના બદલે એક દિવસ વહેલુ 31 મેએ કેરળમાં પ્રવેશ કરી ત્યાંથી આગળ વધી તા.19 જુન આસપાસ ગુજરાતમાં પ્રવેશે અને તા.15 જુલાઇ આસપાસ સમગ્ર દેશભરમાં સક્રિય થઇ જશે.

હવામાન વિભાગે આ આગાહીમાં ચોમાસાની ચાલમાં ચાર દિવસ આગળ- પાછળ રહેવાની શકયતા પણ દશાવી છે. એટલે કે ચોમાસુ 28મેથી ત્રીજી જુન સુધીમાં ગમ્મે ત્યારે આવી શકે છે. અલનીનોની સ્થિતી આ અઠવાડીયે પુરી થઇ ગઇ છે. ત્રણથી પાંચ સપ્તાહમાં લાનીનોની સ્થિતિ સર્જાશે.

Advertisement

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું આંદામાન સમુદ્ર અને બંગાળની ખાડીના ટાપુઓ પર બે દિવસ પહેલા એટલે કે 19 મેના રોજ પહોંચવાની સંભાવના છે, જ્યારે ત્યાં પહોંચવાની સામાન્ય તારીખ 21 મે છે. ગયા વર્ષે પણ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું 19 મેના રોજ આવ્યુ હતું, પરંતુ 8 જૂને કેરળમાં 9 દિવસ મોડું પહોંચ્યું હતું.

આઇએમડીના ડેટા અનુસાર કેરળમાં ચોમાસાના આગમનની તારીખો છેલ્લા 150 વર્ષોમાં તદ્દન અલગ રહી છે. 1918 માં, ચોમાસું 11 મેના રોજ પ્રથમ કેરળ પહોંચ્યું હતું, જ્યારે 1972 માં, તે 18 જૂનના રોજ સૌથી મોડા કેરળ પહોંચ્યું હતું. છેલ્લા ચાર વર્ષની વાત કરીએ તો 2020માં ચોમાસું 1 જૂન, 2021માં 3 જૂન, 2022માં 29 મે અને 2023માં 8 જૂને કેરળ પહોંચ્યું હતું.

અલ નીનો અને લા નીના એમ બે આબોહવાની પેટર્ન છે. ગયા વર્ષે અલ નીનો સક્રિય હતો, જ્યારે આ વખતે અલ નીનોની સ્થિતિ આ અઠવાડિયે સમાપ્ત થઈ ગઈ છે અને ત્રણથી પાંચ સપ્તાહમાં લા નીનાની સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. ગયા વર્ષે, અલ નીનો દરમિયાન, સામાન્ય કરતાં 94% ઓછો વરસાદ પડ્યો હતો. 2020 થી 2022 દરમિયાન લા નીના ટ્રિપલ ડીપ દરમિયાન, 109%, 99% અને 106% વરસાદ થયો હતો.

અલ નિનો: આમાં દરિયાનું તાપમાન 3 થી 4 ડિગ્રી વધે છે. તેની અસર 10 વર્ષમાં બે વાર જોવા મળે છે. તેની અસરને કારણે વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઓછો વરસાદ અને ઓછો વરસાદ ધરાવતા વિસ્તારોમાં વધુ વરસાદ પડે છે.

લા નીના: આમાં દરિયાનું પાણી ઝડપથી ઠંડુ થાય છે. તે વિશ્વભરના હવામાનને અસર કરે છે. આકાશ વાદળછાયું છે અને ભારે વરસાદ પડી રહ્યો છે. આઇએમડીનો અંદાજ - આ વર્ષે 106% એટલે કે 87 સેમી વરસાદ પડી શકે છે.
ગયા મહિને આઇએમડીએ કહ્યું હતું કે દેશમાં આ વર્ષે સામાન્ય ચોમાસુ કરતાં વધુ સારું રહેશે. હવામાન વિભાગ 104 થી 110 ટકા વચ્ચેના વરસાદને સામાન્ય કરતાં વધુ સારો માને છે. આ પાક માટે સારો સંકેત છે. ખરીફ પાક સામાન્ય ચોમાસાના વરસાદ પર આધાર રાખે છે.

કયા રાજ્યમાં કયારે ચોમાસું બેશસે?
કેરળ - 1થી 3 જુન
તમિલનાડુ - 1થી 5 જુન
આંધ્ર 4થી - 11 જુન
કર્ણાટક - 3થી 8 જુન
ગોવા - 5 જુન
મહારાષ્ટ્ર - 9થી 16 જુન
ગુજરાત- 19 જુન

Advertisement
Tags :
Advertisement
Advertisement