For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જોલી એલએલબીના ત્રીજા ભાગમાં અક્ષયકુમાર V/S  અરશદ વારસી

12:39 PM Jan 06, 2024 IST | Bhumika
જોલી એલએલબીના ત્રીજા ભાગમાં અક્ષયકુમાર v s  અરશદ વારસી

ટૂંક સમયમાં શરૂ થશે શૂટિંગ, ભારતીય ન્યાયપ્રણાલી આધારિત સ્ટોરી

Advertisement

બોલીવુડની કેટલીક સારી કોમેડી ફિલ્મોની વાત કરીએ તો તેમાં જોલી એલએલબીનું નામ ચોક્કસ આવશે. આમાં અરશદ વારસી લીડ રોલમાં હતો. પછી તેની સિક્વલ બની, જેમાં અક્ષય કુમારને લીડ રોલ મળ્યો. લોકોએ પણ આ ફિલ્મને ભરપૂર પ્રેમ આપ્યો.

હવે આ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ પણ બનવા જઈ રહી છે. અરશદે પોતે આ વાતની પુષ્ટિ કરી છે. તેમાં અક્ષય કુમાર અને અરશદ વારસી બંને ચમકશે. આ વખતે કોર્ટમાં બંને એકબીજાની સામસામે પૂછપરછ કરતા જોવા મળશે. આ ફિલ્મ 2025માં રિલીઝ કરવાની યોજના છે. શૂટિંગ શિડ્યુલની ટેમ્પરરી તારીખ આવી ગઈ છે. પિંકવિલામાં પ્રકાશિત અહેવાલ અનુસાર, ફિલ્મનું શૂટિંગ મે 2024માં શરૂૂ થવાની સંભાવના છે. તેનું નિર્માણ ડિઝની અને અક્ષય કુમારના પ્રોડક્શન હાઉસ કેપ ઓફ ગુડ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અત્યારે આ ફિલ્મને જોલી એલએલબી 3’ અથવા જોલી વર્સેસ જોલી કહેવામાં આવી રહી છે. અંતિમ નામ જાહેરાત સમયે આપવામાં આવશે. આ વખતે આ ફિલ્મમાં અક્ષય કુમાર અને અરશદ વારસી ફિલ્મમાં સામસામે જોવા મળશે. ફિલ્મનું શેડ્યૂલ જયપુરમાં શૂટ કરવામાં આવશે. અરશદ અને અક્ષય ઉપરાંત સૌરભ શુક્લા પણ ત્રીજી આ ફિલ્મમાં જજની ભૂમિકામાં પરત ફરશે. આ ફિલ્મ ફરી એકવાર એક કેસ દ્વારા ભારતીય ન્યાયિક પ્રણાલી પર નિશાન સાધશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement