For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિંઘમ-2નું મેરેથોન શૂટિંગ શરૂ કરશે અજય દેવગન

12:34 PM Jan 01, 2024 IST | Sejal barot
સિંઘમ 2નું મેરેથોન શૂટિંગ શરૂ કરશે અજય દેવગન

રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેઇન’નું શૂટિંગ આવતા મહિને હૈદરાબાદમાં શરૂૂ થવાનું છે. અજય દેવગન એના માટે મેરથોન શૂટિંગ કરવાનો છે. આ ફિલ્મનું શૂટિંગ થોડા મહિના પહેલાં જ શરૂૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ મુંબઈનું એનું શેડ્યુલ પૂરું કરવામાં આવ્યું છે. એવું જાણવા મળ્યું છે કે એ શૂટિંગ દરમ્યાન અજયની આંખમાં ઈજા થઈ હતી.હવે હૈદરાબાદના રામોજી ફિલ્મસિટીમાં એનું શૂટિંગ શરૂૂ થવાનું છે. એમાં ફિલ્મના તમામ લીડ ઍક્ટર્સ જોડાવાના છે. આ ફિલ્મમાં કરીના કપૂર ખાન, દીપિકા પાદુકોણ, અક્ષયકુમાર, રણવીર સિંહ, અર્જુન કપૂર અને ટાઇગર શ્રોફ પણ જોવા મળશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement