For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આહીરા હજામ સમાજને અપમાનિત કરતા તત્ત્વો સામે પગલાં લેવા માંગ

04:32 PM Jan 01, 2024 IST | Sejal barot
આહીરા હજામ સમાજને અપમાનિત કરતા તત્ત્વો સામે પગલાં લેવા માંગ

રાજકોટના આહિર હજામ સમાજને 30 વર્ષ પહેલા આહિર સમાજના મુખ્ય પ્રવાહમાં ભેળવી દીધા હોવા છતાં અમુક લોકો ઘરે જઈ ધાકધમકી આપી તમે આહિર નથી માત્ર હજામ છો તેવા વીડિયો બનાવી વાયરલ કરતા હોય આ બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આવા તત્વો સામે કડક પગલા લઈ સામાજીક ન્યાય અપાવવા માંગણી કરી છે.
રાજાશાહી વળતથી મુળ આહીર સમાજના માણસોએ મોગલના શાસન દરમિયાન મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કરી જેલમાં પુરી દીધા હતા આમ છતાં આહીર સમાજે મુસ્લીમ ધર્મ નહીં અપનાવતા જેલમાં રહેલા લોકો પાસે બળજબરી પૂર્વક હજામત કરાવતા હતા જેના કારણે આહીર સમાજની 23 અટકધારી સમાજના લોકોની છાપ આહીર હજામ તરીકે પડી ગઈ હતી.
ત્યાર બાદ 1990માં આહીર સમાજના અગ્રણી પેથલજીભાઈ ચાવડાની આગેવાનીમાં 23 અટકધારી આહીર સમાજના લોકોને આહીર સમાજના મુખ્ય પ્રવાહમાં ભેળવી દેવાયા હતા અને ત્યારથી દિકરા-દિકરીઓની લેતી-દેતીના વ્યવહાર ચાલી રહ્યા છે.
આમ છતાં અમુક સમાજના લોકો અને માથાભારે શખ્સો 23 અટકધારી આહીર સમાજના લોકોને બદનામ કરવા વીડિયો બનાવતા હોય જે બાબતે ઘટતું કરવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અત્યાચારો અને ત્રાસમાંથી મુક્ત કરાવવા માંગણી કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement