For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિવિલમાં આંદોલનો સમેટાયા, સુરક્ષા માટે બાઉન્સરો ગોઠવાયા

04:52 PM Jun 11, 2024 IST | Bhumika
સિવિલમાં આંદોલનો સમેટાયા  સુરક્ષા માટે બાઉન્સરો ગોઠવાયા
oplus_0
Advertisement

રેસિડેન્ટ તબીબોની માગણીઓ સંતોષાઈ જતાં ફરી કામે વળગ્યા, એજન્સીની મહિલા કર્મચારીની હાલ છૂટ્ટી, તપાસ બાદ આગળનો નિર્ણય

રાજકોટ સિવીલ હોસ્પિટલમાં શનિવારે થયેલી સ્ટાફ અને તબીબની માથાકૂટમાં સૌ પ્રથમ કોન્ટ્રાકટ બેઇઝના કર્મચારીઓ દ્વારા હડતાળ પાડવામાં આવી હતી અને બાદમાં તબીબોએ સૂત્રોચાર કરી માંગણી નહીં સ્વીકારાઇ તો મંગળવારથી હડતાળ પર જવા ચીમકી આપી હતી.આ ઘટના બાદ રાજકોટ સિવીલ સર્જન ડો.ત્રિવેદીએ જૂનિયર તબીબોની ત્રણ શરતો તાત્કાલિક ધોરણે માની લેતા હાલ હળતાલ મોકૂફ રાખવામાં આવી હતી.તો બીજી તરફ કોન્ટ્રાક્ટરે બે મહિલા કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકતા ટોળું તબીબી અધિક્ષકની ઓફિસે પહોંચી ગયું હતું.જોકે બાદમાં સિવિલ સાતજન અને સિનિયર તબીબોની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો અને તબીબો અને કર્મચારીઓએ હડતાળ સમેટી લીધા હતા.

Advertisement

વધુ વિગતો મુજબ,સિવીલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ મહિલા કર્મચારી દ્વારા બે દિવસ પહેલા મહિલા તબીબ સાથે મારકૂટ કરવા મામલે જૂનિયર ડોક્ટર એસોસિયેશન મેદાને આવ્યુ હતું અને નોન-ઈમરજન્સી કામગીરીથી દૂર પોતાની સુરક્ષા માટે ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરવામાં આવી હતી.જેના પગલે સોમવારે જૂનિયર તબીબો ઓ.પી. ડી.ની કામગીરીથી અળગા રહિને મેડિકલ કોલેજ ખાતે એકઠા થયા હતા.જ્યા સિવીલ સર્જન ડો.આર.એસ.ત્રિવેદી અને ડીન ડો.ભારતી પટેલ સમક્ષ તબીબ પર હુમલો કરનાર કોન્ટ્રાક્ટ બેઝ મહિલા કર્મચારીને છૂટા કરવા, ડોક્ટરોની રક્ષા માટે એક્સ-આર્મીમેનને સિક્યુટી ઓફિસર તરીકે નિમવા અને દરેક વોર્ડમાં બાઉન્સર રાખવા, દરેક વોર્ડના સીસીટીવી કેમેરા વધારવા, દર્દીના સગાઓને મળવા આવતા સગા માટે પાસ સિસ્ટમનું ચુસ્તપણે પાલન કરવું જેવી ચાર માંગણી કરી હતી.

જેમાંથી સત્તાધિશોએ ચાર માંગણી સ્વિકારી મહિલાને તાત્કાલિક ધોરણે છૂટા કરી સીસીટીવી કેમેરા વધારવા માટે થોડા સમયની માંગણી કરી હતી.જેના કારણે તમામ રેસીડેન્ટ ડોકટરો રાબેતા મુજબ ઓ.પી.ડી. પર પોતાની ફરજ પર હાજર થયા હતા અને જેના કારણે તબીબોની હળતાલ ટળી હતી.તો બીજી તરફ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકતા સ્ટાફનું ટોળું તબીબી અધિક્ષકની ઓફિસે રજુઆત કરવા પહોચ્યું હતું.જોકે બાદમાં સિવિલ સર્જન અને તબીબોએ આ મામલો થાળે પાડ્યો હતો.સિવિલ સર્જન ડો.ત્રિવેદીએ જણાવ્યું હતું કે,હાલ ઇમરજન્સી વિભાગ પાસે તેમજ અન્ય વોર્ડ પર બાઉન્સર રાખવામાં આવ્યા છે જે ખાલી બે દિવસ માટે જ છે.હવે થોડાક દિવસો બાદ એક્સ આર્મીમેંનની સિકયીરીટી તરીકે ભરતી કરવામાં આવશે.હાલ કર્મચારી રુકસાના બેનને થોડા દિવસ પાસે છુટા કરાયા છે આ મામલે હાલ કમિટી તપાસ કરશે ત્યારબાદ સંપૂર્ણ નિર્ણય લેવાશે.

તબીબોની સુરક્ષા માટે 60 એક્સ આર્મી મેનની ભરતી પ્રક્રિયા શરૂ કરાઇ:ડો.ત્રિવેદી
ડો.ત્રિવેદીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે,બાઉન્સર બે દિવસ પૂરતા જ રાખવામાં આવ્યા છે.હવે સિવિલ હોસ્પિટલમાં તબીબોની માટે 60 જેટલાં એક્સ આર્મીમેનની ભરતી પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી છે.હાલ 20 બાઉન્સરને હંગામી ધોરણે નોકરી પર રાખ્યા છે.આજથી કોવીડ બિલ્ડીંગમાં એક્સ આર્મીમેન માટે ઇન્ટરવ્યૂ ચાલુ થઇ ગયું છે.આજે બપોરે એકાદ વાગ્યા સુધીમાં લગભગ 27 જેટલાં એક્સ આર્મીમેને ઇન્ટરવ્યૂ આપ્યું છે.આર્મી મેન માટે સિવિલ હોસ્પિટલના અલગ અલગ 20 પોઇન્ટ ઉપર 60 કર્મચારીને તૈનાત કરવામાં આવનાર છે.

બાઉન્સરોની સુરક્ષા વચ્ચે દલિત નેતા સોલંકીનું બાઈક ઈમર્જન્સી સુધી પહોંચ્યું

સિવિલ હોસ્પિટલમાં એકબાજુ તંત્ર સલામતિ વધારવાના બહાના તળે ર્બાીંનસરોને ઉભા રાખી કામગીરી કાર્યવાહીના દેખાડા કરે છે તે જ સમયે અત્રે ઉભી કરેલી સુરક્ષાની વ્યવસ્થામાં છીંડા રાખી દેવાયા હોય તેમ દર્દીને લઈ આવતા સ્વજનો બાઈક સમેત છેક હોસ્પિટલમાં પ્રતિબંધિત વોર્ડ સુધી પહોંચી જતાં હોવાનો બનાવ સિવિલ હોસ્પિટલ બન્યો હતો. જાણકારોએ કહ્યું કે, બ્લેક ડ્રેસમાં અપ ટુ ડેઈટ ઉભેલા એક-બે નહીં 20-20 બાઉન્સરોની હાજરી વચ્ચે દલિતનેતા સોલંકીએ પોતાનું દદીર્ર્ સાથેનું બાઈક છેક ઈમરજન્સી વિભાગ સુધી પહોંચાડી દેતા અહીં સુરક્ષા-સલામતિ બાબતે ખાળે ડૂમા દરવાજા મોકળા જેવું સાબિત થયું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement