For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચોરીનું સોનું ખરીદનાર વેપારી ચોર હોય એવી કાર્યવાહીથી રોષ

04:55 PM Jun 11, 2024 IST | Bhumika
ચોરીનું સોનું ખરીદનાર વેપારી ચોર હોય એવી કાર્યવાહીથી રોષ
Advertisement

ચોરી, બોગસ દાગીના સહિતના કેસમાં ચોર કરતા વધારે માર ઝવેરીઓને પડતો હોવાના આક્ષેપ: સોની વેપારીઓને કાયદાકીય માર્ગદર્શન આપવા સુવર્ણકાર સુરક્ષા સેતુની માંગ

Advertisement

સોની બજારોમાં અવાર નવાર ચોરી થવાના અને નકલી સોનુ કે ચોરીનું સોનુ વેંચવાના બનાવો બની રહ્યા છે. જેમાં આરોપી કરતા વધારે મારા સોની વેપારીઓને પડી રહ્યો છે. અધિકારીઓ દ્વારા આડાચવળા કેસ કરતા હોવાથી હાલ સોની વેપારીઓ ભય હેઠળ વેપાર કરતા હોવાની રાવ ઝવેરી વેપારીઓ દ્વારા કરવામાં આવી હતી.
રજુઆતમાં જણાવે છે કે, ગુજરાત સુવર્ણકાર સુરક્ષા સેતુ ગુજરાતના સુવર્ણકારની મોટામાં મોટી સંસ્થા છે તેમાં 80,000 વેપારી જોડાયેલ છે અને વેપારીને કાયદાકીય સાચું માર્ગદર્શન આપી તેમને બીજનેસ કેવી રીતે કરવો ઉપર સોના ચાંદી બીજનેસ કરતાં વેપારી સુરક્ષા માટે જંખે છે જ્યારે કોઈ પણ ગ્રાહક સોનાનો દાગીનો વેચવા આવે ત્યારે તે કોઈ ઓળખ બતાવી અને હોસ્પિટલ અથવા ઘર મકાન ફ્લેટ તેમજ નવો દાગીનો બનાવવા ખરીદીનું જણાવે છે અને વેચી જાય છે તો સોની કોઈ ઓળખાણ વગર લેતા નથી તો જૂના કોઈ ગ્રાહકની ઓળખ બતાવતા હોય છે તો શું સોના ચાંદી દાગીનામાં બિલ લેવું ફરજિયાત છે જો ફરજિયાત હોય તો અમોને ખ્યાલ આવે.

જૂના દાગીના લેતી વખતે ક્યાં સોની કે વેપારી પાસેથી બનાવ્યું અને જવેલર્સનું નામ પૂછવું તે ખરાઈ કરવી અને એફિડેવિટ આધાર આઈડી કાર્ડ ઝેરોક્ષ લેવી આધાર અથવા આઈડીનું ઓન લાઇન ચેક કરવું ઓરીજનલ ચેક કરવું રેવન્યુમાં સહી લેવી પછી ખરીદી કરવી તેમાં કેટલા કેરેટ ટચ છે તે શું ભાવ છે તે વિગત લખવી દાગીનાની ડિઝાઈન લખવી ત્યાર બાદ ખરીદી કરવી તેમનું રેકોર્ડ સીસીટીવીમાં સેવ કરવું ક્લિપ કોમ્પ્યુટરમાં રાખવી.
આ ડોક્યુમેન્ટથી ખરીદી કરેલ હોય ત્યારે વેપારીએ વેપાર કરેલ છે અને તેવું સાબિત થાય છે ત્યારે વેપારીનું નિવેદન લઈ જવા દેવા તે આરોપીનો કહેવાય અને જેમ કે બેન્કમાં મુકેલ સોનું મુદામાલ નથી ગણાતો તેમ સોનીનો ખરીદ કરેલ દાગીનો મુદામાલનો કહેવાય ત્યારે વેપારીને ફર્યાદી બનાવી 420/409 મુજબ ચોરના પરિવારજનો જે લોકોએ આ પૈસાનો ઉપયોગ કર્યો છે તે સહ પરિવાર ઉપર આરોપ આવે એટલે પૈસા વેપારીને આપવા પડે અને વેપારી ડોક્યુમેન્ટ કોર્ટમાં મૂકી ચોરને સજા આપવામાં આવે ખોટું એફિડેવિટ હોય યોરી સાબિત થસે ચોર ચોરી કરતાં અટકશે બાકી આપને જાણકરી એ છીયે સર અમો ઉપલા અધિકારીનો સાથ લઈ તો નીચેના અધિકારી આડા અવળા કેસ બનાવી દે છે અને ખુબજ શોષણ કર્તા હોય છે સુવર્ણકાર વેપારી ભયના ઓથે બીજનેસ હાલમાં કરે છે.

ગુજરાત સુવર્ણકાર સુરક્ષા સેતુ ગામે ગામ સુવર્ણકારને ભેગા કરી કાયદાની માહિતી કાયદાકીય માર્ગ દર્શનના સેમિનાર કરવા માગે છે. અધિકારીને ખાસ સૂચન કે આપના વિસ્તારમાં ચોરી થતી હોય તેમના ફોટો વિગત અમોને મોકલો તો કોઈ ચોર વેચવા આવે તો કોઈ વેપારી ખરીદે નહીં અને ભોગ નબને ગુજરાતના કાયદા અંગે અમો વેપારીને માર્ગદર્શન આપતા રહેશું જેથી ગુજરાતમાં ક્રાઇમમાં સુધારો થાય એવી આશા રાખીએ છીયે. હોલ સેલર દાગીના વેપારીને આપવા જતાં હોય ત્યારે જોખમનો થેલો રોડ ઉપર ચેક ન થવો જોઈએ બીજાને ખબર પડે કે જોખમ છે તો લૂંટની સકયતા વધતી હોય છે જેથી હાઇવે પર ચેકિંગ નહી કરવા પણ રજૂઆત કરાઇ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement