For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગંગામૈયા અને કાલ ભૈરવની પૂજા બાદ વડાપ્રધાને વારાણસીમાં નામાંકન ભર્યુ

11:08 AM May 14, 2024 IST | Bhumika
ગંગામૈયા અને કાલ ભૈરવની પૂજા બાદ વડાપ્રધાને વારાણસીમાં નામાંકન ભર્યુ
Advertisement

14 રાજ્યોના મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓની હાજરી

વારાણસીમાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકસભાની ચૂંટણી માટે પોતાનું નામાંકન ભર્યુ હતું. આ સમયે ભાજપ શાસિત 12 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ભાજપના ટોચના નેતાઓ પણ હાજર રહ્યા હતાં.
નામાંકન ભરતા પહેલા પી.એમ.મોદીએ ગઈકાલે મોડી સાંજે બાબા વિશ્ર્વનાથ મંદિરે પૂજા કરી હતી. જ્યારે આજે સવારે દશાશ્ર્વ મેઘઘાટ ઉપર ગંગામૈયાની પૂજા કરી હતી અને ત્યારબાદ કાળ ભૈરવનાથ મંદિરે દર્શન કરી પૂજન અર્ચન કર્યા હતાં. આ દરમિયાન સવારે 10-45 વાગ્યે એનડીએના નેતાઓ સાથે બેઠક કરી હતી અને 11.40 કલાક વારાણસીની લોકસભા બેઠક માટે સતત ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી હતી.

Advertisement

ઉમેદવારીપત્રક ભર્યા બાદ વડાપ્રધાન મોદીએ બપોરે ભાજપના સ્થાનિક કાર્યકરો સાથે બેઠક યોજી પ્રચાર રણનીતિની સમીક્ષા કરી હતી અને ત્યારબાદ ઝારખંડના ચૂંટણી પ્રચાર માટે રવાના થયા હતાં.

વારાણસી લોકસભા બેઠક માટે અંતિમ તબક્કામાં પહેલી જૂને મતદાન યોજાશે. આ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા સાતમી મેથી શરૂૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો પર 13મી મેએ મતદાન થવાનું છે. આ 10 રાજ્યોમાં આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે. પહેલા તબક્કામાં કુલ 59.71 ટકા, બીજા તબક્કામાં 60.96 ટકા અને ત્રીજા તબક્કામાં 61.45 ટકા મતદાન થયું હતું. ચોથા તબક્કા બાદ પાંચમાં તબક્કામાં 49 બેઠકો પર 20મી મેએ, છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર 25મી મેએ જ્યારે સાતમાં અને અંતિમ તબક્કામાં 57 બેઠકો પર પહેલી જૂને મતદાન યોજાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement