For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માસૂમ બાળકીને ફાડી ખાધા બાદ તંત્ર રઘવાયું, કૂતરાં પકડવા ટીમો ઉતારી

05:48 PM Dec 05, 2023 IST | Bhumika
માસૂમ બાળકીને ફાડી ખાધા બાદ તંત્ર રઘવાયું  કૂતરાં પકડવા ટીમો ઉતારી

જંગલેશ્ર્વરમાંથી 8 કૂતરાં પકડ્યા, તમામનું મેડિકલ ચેકઅપ કરી એનિમલ હોસ્ટેલ ખાતે રાખવામાં આવશે

Advertisement

શહેરમાં વધતા જતા કુતરાના આતંક વચ્ચે ગઈકાલે જંગલેશ્ર્વર વિસ્તારમાં પાંચ ડાઘિયાઓએ એક પાંચ વર્ષની બાળકીને ફાડીખાતા શહેરભરમાં ચકચાર મચી ગઈ છે જેના પગલે મહાનગરપાલિકાની કુતરા પકડ પાર્ટી દ્વારા સવારથી જ જે સ્થળે બનાવ બન્યો હતો ત્યાં ટીમો ઉતારી કુતરા પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અને તમામ શેરીઓ અને વિસ્તારમાં ચકાસણી કરી 8 કુતરાને પકડીને હાલ પાંજરે પુરવામાં આવ્યા છે. તેમ ડો. જાકાસણિયાએ જણાવ્યું હતું.

મનપાના પશુ પકડ પાર્ટીના હેડ ડો. જાકાસણિયાના જણાવ્યા મુજબ જંગલેશ્ર્વર વિસ્તારમાં ગઈકાલે બનેલ ઘટનાએ શહેરભરમાં રોષનું વાતાવરણ ઉભુ કર્યુ છે. સરકારના નિયમ મુજબ રખડતા કુતરા પકડવાની મનાઈ છે પરંતુ જ્યાં અમુક ચોક્કસ કુતરાઓનો ત્રાસ હોય અને ફરિયાદો ઉઠતી હોય ત્યારે આ પ્રકારના કુતરાઓને પકડી એનિમલ હોસ્ટેલ ખાતે સારવાર કરવામા આવે છે. જેમાં આજની ઘટનાએ પણ મનુષ્ય ઉપર હુમલો કરનાર કુતરાને ક્યા પ્રકારનો રોગ છે તેમજ માનસીક રીતે બીમાર છે કે નહીં તે જાણવા માટે આજે સવારથી અલગ અલગ ટીમોને જંગલશ્ર્વર વિસ્તારમાં દોડાવવામાં આવી હતી. અને વિક્રાળ તેમજ હિંસક લાગતા 8 કુતરાઓને પકડી એનિમલ હોસ્ટેલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં આ કુતરાઓની ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવશે અને હડકવા તેમજ અન્ય રોગોનો ભોગ આ કુતરા બન્યા છે કે નહીં તેનું નિદાન કરવામાં આવશે. ત્યાર બાદ જરૂરત પડ્યે આ કુતરાઓને અમુક દિવસો સુધી એનિમલ હોસ્ટેલમાં રાખી શાંત થાય ત્યાર બાદ ફરી વખત જે સ્થળેથી પકડવામાં આવ્યા છે. તે સ્થળ ઉપર છોડી મુકવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement