For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માંડવી ચેક પોસ્ટ પર એસીબીના દરોડા બાદ પોલીસકર્મી વર્દી ફેંકીને ભાગ્યા

12:38 PM Jan 02, 2024 IST | Sejal barot
માંડવી ચેક પોસ્ટ પર એસીબીના દરોડા બાદ પોલીસકર્મી વર્દી ફેંકીને ભાગ્યા

ગુજરાત એન્ટિ કરપ્શન બ્યૂરોએ દીવ નજીક આવેલી અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર ત્રણ વાહનોમાં આવીને રેડ કરતાં ચેકપોસ્ટ પર હાજર પોલીસ કર્મચારીઓ સહિત 10થી 12 માણસોમાં નાસભાગ મચી ગઈ હતી અને આ ચેકપોસ્ટના અધિકારીનો વહીવટ કરતો દલાલ પકડાઈ ગયો હતો એ.સી.બીના હાથે ઝડપાઈ જવાના ડરથી ભાગેલા કોઈ એક પોલીસ કર્મચારી વર્દીમાં ન ઝડપાઈ જાય તે માટે પોતાનો યુનિફોર્મ બાવળની ઝાડીમાં ફેંકી દીધો હતો. એ.સી.બીની ટીમે અહેમદપુર માંડવી ચેકપોસ્ટ આજુબાજુના વિસ્તારમાં આવેલા સી.સી કેમેરા ચેક કરીને તપાસ શરૂૂ કરતા હોવાનું શરૂૂ કરતાં લોકોનાં ટોળા એકઠા થયા હતા.
દીવથી આવતા પ્રવાસીઓ પાસેથી દારૂૂ મળી આવે તો મોટા પાયે લાંચ લેવાતી હોવાની વાતો કાંઈ નવી નથી. આ બાબતની જાણ ઉચ્ચ અધિકારીઓ સુધી જાણ થઇ હતી. આથી અહેમદપુર માંડવી ચેક પોસ્ટે લાંચ લેવાતી હોવાની વાતો એસીબી સુધી પહોંચતા ત્રણ ખાનગી કારમાં A.C.Bનો કાફલો ચેકપોસ્ટ પર ત્રાટક્યો હતો. આ સમયે ફરજ પરના પોલીસમેનો, જીઆરડી સ્ટાફ સહિતના લોકોને એસીબી રેડનો ખ્યાલ આવી જતાં જ મુઠ્ઠીઓ વાળી નાસી છૂટયા હતા. તો ભાગતા સમયે પોલીસ કર્મચારીનો ખાખી યુનિફોર્મ બાવળના ઝાડ પર કાંટામાં લટકતો જોવા મળ્યો હતો. આ યુનિફોર્મ ભાગી રહેલા પોલીસ કર્મચારીએ પકડાઈ જવાના ડરથી ફેંકી દીધો હોવાની વાતો વહેતી થઈ હતી.
એ.સી.બીની ટીમે આસમયે કથિત વહીવટદારને ઝડપી લીધો હતો. જેને કોઈ પોલીસ અધિકારીએ અહી રાખેલો હતો કે પછી બીજા કોઈએ એ અંગેની પૂછપરછ પણ ચાલી રહી છે. વળીએ શખ્સ પોલીસનો કર્મચારી છે કે કેમ?એ સ્થાનિક રહેવાસી છે કે બહારનો એ સવાલ પણ ઉઠ્યો હતો. ભાગી ગયેલા સહિત સ્થાનિક પોલીસ અધિકારીનાં મોબાઇલ ફોન પણ સ્વિચઓફ થઈ ગયા હતા.
ACBના અધિકારીઓની ટીમે સર્ચ અહેમદપુર ચેકપોસ્ટ આજુબાજુની હોટલ અને વિસ્તારમાં સી સી કેમેરા ચેક કરી કુટેજ મેળવવાં પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા. કહેવાય છે કે ત્રણેય વખત ACB ની રેઈડ નિષ્ફળ બન્યા પછી આ રંનિગ ટેપ થઈ હોવાની ચર્ચા ઉઠી છે. ACB નાં દરોડા પછી આ બનાવની તપાસ પોરબંદરનાં ઉચ્ચ અધિકારી અને મહિલા અધિકારીને સોંપાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પ્યાસીઓ દીવ આવતા હોય છે અને ત્યાં દારૂૂની પાર્ટી કરી બીજા દિવસે પાછા ફરે છે. એમાંના ઘણાખરા પોતાની સાથે દારૂૂની બોટલો લઈ પણ જાય છે. તો ઘણા લોકો ગુજરાતમાં દારૂૂની પાર્ટી કરવા દીવથી દારૂૂ લઈ જતા હોય છે. ત્યારે એહમદપુર માંડવી ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા જ મોટા ઉઘરાણા થવાની બાતમીના આધારે એસીબી ત્રાટકી હોવની ચર્ચાએ પણ જોર પકડયું છે.લાંબા સમય બાદ એસીબીએ રનિંગ ટ્રેપ કરી રનિંગ ટેપ થયાં બાદ હજુ તપાસ ચાલું હોવાનું જાણવા મળ્યું હતું.આ પ્રકરણમાં 6 જેટલાં પોલીસ કર્મી શંકાનાં ડાયરામાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement