For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્વામિનારાયણ બાદ જૈન સાધુના પ્રેમાલાપનો વીડિયો, ભારે ખળભળાટ

04:47 PM Jun 25, 2024 IST | Bhumika
સ્વામિનારાયણ બાદ જૈન સાધુના પ્રેમાલાપનો વીડિયો  ભારે ખળભળાટ
Advertisement

પાલિતાણાની પવિત્ર ભૂમિમાં જ પાયાચાર?

સ્વામિનારાયણ સંપ્રદાય બાદ હવે જૈન સંપ્રદાયને લજવતો જૈનાચાર્યનો એક કથિત વીડિયો વાઇરલ થયો છે, જેમાં જૈનાચાર્ચ એક મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળે છે. આ કથિત વાઇરલ વીડિયો પાલિતાણાનો અને ગત ચાતુર્માસ દરમિયાનનો હોવાની વાત સામે આવી છે. ભાવનગરનું પાલિતાણા જૈન સંપ્રદાયની અતિ પવિત્ર ભૂમિ છે. ત્યારે આ પ્રકારની ઘટનાથી હડકંપ મચી જવા પામ્યો છે. જો કે, વીડિયો સાચો છે કે, ફેક છે તે અંગે કોઇ સતાવાર વિગતો જાણવા મળતી નથી પરંતુ સોશિયલ મીડીયામાં વાઇરલ થયેલા આ વીડિયોથી જૈન સમાજમાં ભારે ખળભળાટ મચીજવા પામેલ છે.

Advertisement

તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયને કલંકિત કરતા સ્વામીઓના કેટલાક અભદ્ર વીડિયો સામે આવતા હરિભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને આવા લંપટ સ્વામીઓને સંપ્રદાયમાંથી હાંકી કાઢવા માગ કરી છે. ત્યારે, આ વચ્ચે જૈન સંપ્રદાયને લાંછન લગાવે એવી ઘટના સામે આવી છે. જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં જૈનાચાર્ય એક મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં દેખાઈ રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, આ કથિત વાયરલ વીડિયો પાલિતાણા અને ગત ચાતુર્માસ દરમિયાનનો હોવાની વાત સામે આવી છે.

નોંધનીય છે કે, ભાવનગરનું પાલિતાણા જૈન સંપ્રદાયની અતિ પવિત્ર ભૂમિ છે અને ત્યાં આ પ્રકારની ઘટના બંને તે ખૂબ જ ચોંકાવનારું અને દુ:ખદ છે. જૈનાચાર્યનો કથિત વીડિયો સામે આવ્યા બાદ જૈન સંપ્રદાયનાં મોટા આચાર્યો આ અંગે તપાસ કરીને કડક પગલાં લે તેવી માગ ઊઠી છે. જૈન સમાજનાં લોકોનું કહેવું છે કે, પવિત્ર જૈન સંપ્રદાયને લાંછનનો પ્રયાસ સ્વીકાર્ય ન ગણાય. એકાદ વ્યક્તિનાં કારણે સમગ્ર જૈન સંપ્રદાયને લાંછન ન લાગી શકે. પાલિતાણાની ભૂમિમાં કરાયેલા પૂણ્યનાં 100 ગણા ફળની માન્યતા છે ! પાલિતાણાની ભૂમિમાં કરાયેલા પાપની પણ 100 ગણી સજાની માન્યતા છે ! જૈનોનાં 24 પૈકી 23 તીર્થંકર પાલિતાણા પધારી ચૂક્યા છે. જૈન શાસ્ત્રોમાં વર્ણન મુજબ, સાધુનાં 27 ગુણ હોય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement