For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરત બાદ ભીવંડીમાંથી 800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

06:23 PM Aug 07, 2024 IST | Bhumika
સુરત બાદ ભીવંડીમાંથી 800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
Advertisement

ગુજરાત એટીએસનું ઓપરેશન, ફલેટમાં ડ્રગ્સ બનાવવાની આખી ફેકટરી ધમધમતી મળી

ગુજરાતના દરિયા કિનારા વિસ્તારોમાં અનેકવાર કરોડોની કિંમતનું ડ્રગ્સ મળી આવે છે ત્યારે ગુજરાત એટીએસ દ્વારા ગત તા.18 જુલાઈના રોજ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલા ગેરકાયદે માદક પદાર્થ મેફેેડ્રોન બનાવતી ફેકટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં 4 કિલો મેફેડ્રોન ડ્રગ્સ તેમજ 31 કિલ્લો લીકવીડ મેફેડ્રોન ડ્રગ્સ રૂા.51 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં પકડાયેલા ત્રણ આરોપીઓની પુછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ડ્રગ્સના જથ્થાના ગુનામાં યુનુસ ઉર્ફે એઝાઝ તેમજ મહમદ આદીલ પણ સામેલ છે ત્યારબાદ એટીએસ ગુજરાતના નાયબ પોલીસ અધિક્ષક એસ.એલ. ચૌધરીને મળેલી ખાનગી માહિતીને આધારે મુંબઈનાં ચીંચ બંદર વિસ્તારમાં રહેતા મહમદ યુનુસ ઉર્ફે એઝાઝ તેમજ તેમનો ભાઈ મહમદ આદીલ મહારાષ્ટ્રમાં આવેલા ભીવંડી નજીક નદીનાકા વિસ્તારમાં આવેલા એક ફલેટમાં ડ્રગ્સ નાની મોટી માત્રામાં વેચાણ કરે છે.

Advertisement

આ ઘટના બાદ નાયબ પોલીસ અધિક્ષક એસ.એલ.ચૌધરી દ્વારા ટીમો બનાવી તેમજ બાતમીદારોને દોડાવ્યા હતાં અને સમગ્ર બાતમીની ઠરાઈ કર્યા બાદ પીએસઆઈ વઢવાણા મારફતે ટકનીકલ રિસોર્સિસ તેમજ ઈન્ટેલીજન્સને આધારે ગુજરાત એટીએસના પીઆઈ સી.એચ.પનારા, ડી.એમ.પટેલ, પીએસઆઈ એમ.એન.પટેલ, એચ.ડી.વાઢેર, બી.જે.પટેલ સહિતનો સ્ટાફ સરકારી પંચો સાથે તા.5ના રોજ બાતમી વાળી જગ્યાની આજુબાજુ વિસ્તાર પર પહોંચી કોર્ડન કરવામાં આવ્યો હતો. ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા ત્યાં મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાની પ્રોસેસ ચાલુ હોવાનું ખુલવા પામ્યું હતું ત્યાંથી 10 કિલો સેમી લીકવીડ મેફેડ્રોન, 782 કિલ્લો લીકવીડ મેફેડ્રોન મળી આવ્યું હતું. આ મળી આવેલા ડ્રગ્સની કુલ આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજીત રૂા.800 કરોડ હોવાનું સામે આવ્યું છે.

બનાવ સ્થળેથી ગ્રાઈન્ડર, ગ્લાસ ફલાસ્ક, હિટર તેમજ એપરેટસ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ઘટના સ્થળેથી મુંબઈના ડોંગરી પાસે ચીંચ બંદર નજીક સુકેના મંજીલમાં રહેતા મહમદ યુનુસ ઉર્ફે એઝાઝ મહમદ તાહીર શેખ અને તેમના સગા ભાઈ મહમદ આદીલ મહમદ તાહીર શેખની ધરપકડ કરવામાં આવી હતી. બન્નેની પુછપરછ દરમિયાન એઝાઝ દુબઈથી ગોલ્ડ તેમજ ઈલેકટ્રોનીકસ આઈટમની દાણચોરીમાં સંકળાયેલો હોવાનું સામે આવ્યું હતું. તેમને દુબઈમાં એક અજાણ્યો વ્યકિત મળ્યો હતો જેની સાથે મળી એઝાઝ તેમજ તેમનો ભાઈ આદીલ બન્ને સાથે મળી પૈસા કમાવવા માટે મોટા પ્રમાણમાં ડ્રગ્સનું ગેરકાયદેસર ઉત્પાદન શરૂ કરી દીધું હતું. બન્ને શખ્સો દ્વારા ગેરકાયદેસર મેફેડ્રોન ડ્રગ્સ ઉત્પાદન કરવા છેલ્લા આઠથી નવ મહિના સુધી મહારાષ્ટ્રનાં ભીવંડી નજીક આવેલા એક ફલેટમાં રોકાયા હતાં. મેફેડ્રોન ડ્રગ્સ તૈયાર કરવા માટે રોમલ્ટીયલ્સ, સાધન સામગ્રી તેમજ કેમીકલ એકત્ર કરી તેનું પ્રોસેસ ચાલુ કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ કબુલાત આપી હતી અને બન્નેની પુછપરછ દરમિયાન આ ગુનાહિત પ્રવૃતિમાં સાદીક નામનો શખ્સ પણ હોવાનું ખુલવા પામતાં તેમની શોધખોળ એટીએસએ કરી છે. હાલ બન્નેના રિમાન્ડ મેળવવા માટે કોર્ટ હવાલે કરાશે તેવું એટીએસમાંથી જાણવા મળી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement