For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સગીરાને પરિણીત પ્રેમી ભગાડી ગયા બાદ સજોડે વખ ઘોળ્યું: પ્રેમિકાનું મોત

04:54 PM May 11, 2024 IST | Bhumika
સગીરાને પરિણીત પ્રેમી ભગાડી ગયા બાદ સજોડે વખ ઘોળ્યું  પ્રેમિકાનું મોત
Advertisement

બંન્ને ઝેર પી ઘરે પહોંચતા પરિવારજનો હોસ્પિટલના બદલે મંદિરે લઈ જતાં હતાં: રસ્તામાં સગીરાએ દમ તોડયો : રાજકોટ સિવિલમાં ફોરેન્સિક પીએમ કરાવાયું

જામનગરમાં રહેતી 16 વર્ષિય સગીરાને કચ્છના આડેસર ગામે રહેતો પરિણીત પ્રેમી ભગાડી ગયા બાદ બન્નેએ સજોડે વખઘોડી લેતાં પ્રેમિકાનું મોત નિપજ્યું હતું. જ્યારે પ્રેમિને સારવાર માટે રાપર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બન્ને પ્રેમિ પંખીડા સજોડે ઝેરી દવા પી બાદમાં ઘરે પહોંચતાં યુવકના પરિવારજનોએ હોસ્પિટલના બદલે મંદિરે લઈ જતાં હતાં ત્યારે રસ્તામાં જ સગીરાએ દમ તોડી દેતાં યુવકના પરિવારજનો સગીરાને યુવકના સાસરીએ મુકીને જતાં રહ્યા હતાં. આ અંગે યુવકના સાસરીયાઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે સગીરાના મૃતદેહને ફોરેન્સીક પીએમ અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ, જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં રહેતી 16 વર્ષિય સગીરાને કચ્છના રાપર તાલુકાના આડેસર ગામે રહેતા ભરત રણછોડ આદ્રોજીયા નામના યુવક સાથે કોઈ પ્રસંગમાં આંખ મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. દરમિયાન ગત તા.8નાં રોજ યુવક ભરત આદ્રોજીયા જામનગરથી સગીરાનું અપહરણ કરી ગયો હતો અને તા.10નાં રોજ બન્ને આડેસર ગામે તેના ઘરે ઝેરી દવા પીધેલી હાલતમાં પહોંચ્યા હતાં. જેથી પરિવારજનોએ બન્નેને સુરજબારીના પુલ પાસે પલાસ ગામે માતાજીના મંદિરે ચોકી બંધાવવા માટે લઈ આવતાં હતાં ત્યારે રસ્તામાં સગીરાનું મોત નિપજ્યું હતું. જેથી પરિવારજનો સગીરાના મૃતદેહને યુવક ભરત આદ્રોજીયાના સસરા જે મોરબીના મકનસર ગામની સીમમાં રહેતાં હોય તેના ઝુપડે સગીરાને મુકી બાદમાં યુવકને લઈ પલાસ ગામે મંદિરે લઈ ગયા હતાં. જ્યાં ચોકી બંધાવ્યા બાદ તેને રાપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

યુવકના સસરા ધનજીભાઈ ખેતાભાઈ વાઘેલા દ્વારા પોલીસને જાણ કરવામાં આવતાં મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઈ ડી.ડી.જોગેલા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને સગીરાના મૃતદેહનો કબજો લઈ મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સીક પી.એમ.અર્થે મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં સગીરાના પરિવારજનો પણ રાજકોટ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં. મૃતક સગીરા એક ભાઈ બે બહેનમાં નાની હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બીજી તરફ યુવક ભરત આદ્રોજીયા પરિણીત હોવાનું અને તેની પત્નીને હાલમાં સારા દિવસો ચાલતાં હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે ફોરેન્સીક રિપોર્ટના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement