For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ બાદ જામનગર-ભાવનગર-અમરેલીમાં ક્ષત્રિયોને મનામણા

04:11 PM Apr 22, 2024 IST | Bhumika
રાજકોટ બાદ જામનગર ભાવનગર અમરેલીમાં ક્ષત્રિયોને મનામણા
  • ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ સંગઠનમંત્રી રત્નાકરજીએ લોકો વચ્ચે જઇ સંવાદ સાધવા સ્થાનિક નેતાઓને કરી અપીલ

રૂૂપાલાના વિવાદમાં રાજપૂતો હવે બહાર કાઢેલી તલવાર મ્યાનમાં મૂકવા તૈયાર નથી. હવે વાત ક્ષત્રિયોના આન બાન અને શાનની છે, ત્યારે ક્ષત્રિયોએ મોટાપાયે વિરોધ દર્શાવવાનું શરૂૂ કર્યુ છે. સાથે જ ભાજપ વિરોધી મતદાન કરવા આહવાન કર્યું છે. આવામાં હવે ભાજપને ડેમેજ ક્ધટ્રોલ કર્યે જ છૂટકો છે. નહિ તો સમયના વહાણ વીતી જશે તો ક્ષત્રિયો ભાજપને નડશે, અને લોકસભામાં જીતના ટાર્ગેટ પર અસર પડશે. ત્યારે હવે ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનોને સમાજમાં જઈ લોકસભા ચૂંટણીમાં ભાજપને સહયોગ આપવા સૂચન કરવા અપીલ કરાઈ છે. હવે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપના પ્રભારી રત્નાકર અચાનક દોડતા થયા છે. ગઈકાલે રાજકોટ, જામનગર, આજે ભાવનગરમાં ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો સાથે બંધ બારણે બેઠકનો ધમધમાટ શરૂૂ કર્યો છે. આ ડેમેજ ક્ધટ્રોલ સ્પષ્ટ બતાવે છે કે આજેભાવનગર હર્ષ સંઘવી અને રત્નાકરની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા છે. ભાવનગર શહેર સંગઠન સાથે ચર્ચા બેઠક બાદ હર્ષ સંઘવી અને રત્નાકર રવાના થયા છે. આ બેઠકમાં શું ચર્ચાઓ થઈ એ હકીકતો હજુ બહાર નથી આવી. આ બેઠકમાં ભાજપના મહિલા ઉમેદવાર નિમુબેન બાંભણિયા, જીતુ વાઘાણી, શહેર પ્રમુખ અભય ચૌહાણ અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.

Advertisement

બે-બે ઉચ્ચ રાજકીય નેતાઓ સાથે એક કલાક કરતા વધુ સમય એક ખાનગી હોટલમાં મીટીંગનો દોર ચાલ્યો હતો. હર્ષ સંઘવીની ઓચિંતી મુલાકાત ને લઇ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.ગઈકાલે હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપના પ્રભારી રત્નાકર અચાનક જામનગર રાજકોટ દોડી આવ્યા હતા. તેમણે ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો સાથે બંધ બારણે બેઠક કરી હતી. જેમાં તેઓએ ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનોને સમાજ વચ્ચે જઇ લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવાનુ સૂચન કરવા અપીલ કરી હતી. ક્ષત્રિય સમાજના આંદોલને રાજ્યમાં ઉગ્ર રૂૂપ ધારણ કર્યું છે. રૂૂપાલાએ બે વખત ક્ષત્રિય સમાજની માફી માગી લીધા બાદ પણ પ્રદેશ ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

જોકે, હજુ સુધી ડેમેજ કંટ્રોલ થઈ શક્યું નથી અને ક્ષત્રિય સમાજનું આંદોલન દિન-પ્રતિદિન ઉગ્ર રૂૂપ ધારણ કરી રહ્યું છે. આજે રાજકોટમાં ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાની પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલનના પાર્ટ 2ની શરૂૂઆત કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજ દ્વારા અલગ અલગ વિસ્તારમાં મધ્યસ્થ કાર્યાલય ખોલવામાં આવ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement